ડોમેસ્ટિક ક્રિકેટમાં તે પંજાબ કિંગ્સના કૅપ્ટન શ્રેયસ ઐયર સાથે રમી ચૂક્યો છે. તેણે ગયા વર્ષે IPLમાં રાજસ્થાન રૉયલ્સ તરફથી ડેબ્યુ કરીને એકમાત્ર મૅચ રમી હતી.
તનુષ કોટિયન
મુંબઈનો ઑલરાઉન્ડર તનુષ કોટિયન શુક્રવારે IPL સીઝનની મધ્યમાં પંજાબ કિંગ્સમાં નેટ બોલર તરીકે જોડાયો છે. મેગા ઑક્શનમાં અનસોલ્ડ રહેલા ૨૬ વર્ષના આ ઑફ સ્પિનરને બૉર્ડર-ગાવસકર ટ્રોફીની વચ્ચે પણ ઑસ્ટ્રેલિયામાં ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. હરીફ ટીમ સામેની તૈયારીઓમાં વિવિધતા લાવવા માટે તેને બોલાવવામાં આવ્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં તે પંજાબ કિંગ્સના કૅપ્ટન શ્રેયસ ઐયર સાથે રમી ચૂક્યો છે. તેણે ગયા વર્ષે IPLમાં રાજસ્થાન રૉયલ્સ તરફથી ડેબ્યુ કરીને એકમાત્ર મૅચ રમી હતી.

