Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > KKRને ખરેખર મારી જરૂર જ નહોતી અને તેમણે મને ટેકો પણ નહોતો આપ્યો

KKRને ખરેખર મારી જરૂર જ નહોતી અને તેમણે મને ટેકો પણ નહોતો આપ્યો

Published : 19 May, 2026 02:32 PM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPLમાં એકમાત્ર મૅચ રમનાર બંગલાદેશી T20 કૅપ્ટન લિટન દાસે કડવા અનુભવને યાદ કરતાં કહ્યું...

લિટન દાસ

લિટન દાસ


લિટન દાસે  ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની સીઝન દરમ્યાન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સાથેના તેના નિરાશાજનક અનુભવ વિશે ખૂલીને વાત કરી છે. તેણે ખુલાસો કર્યો છે કે તેને ક્યારેય ફ્રૅન્ચાઇઝી દ્વારા ખરેખર ટેકો મળ્યો નથી અને ટીમમાં તેની ભૂમિકા અંગે વાતચીતના અભાવથી તે ખૂબ જ હતાશ હતો. વિકેટકીપર-બૅટર લિટન દાસ IPL 2023 દરમ્યાન કલકત્તા માટે ૫૦ લાખ રૂપિયામાં રમ્યો હતો. દિલ્હી કૅપિટલ્સ સામેની એકમાત્ર મૅચ રમીને ઓપનિંગ દરમ્યાન ૪ બૉલમાં ૪ રન કરીને મુકેશ કુમાર સામે કૅચઆઉટ થયો હતો. ત્યાર બાદ તે કોઈ IPL ટીમનો ભાગ બન્યો નહોતો. બંગલાદેશી T20 કૅપ્ટન લિટન દાસ કહે છે,’ KKRને ખરેખર મારી જરૂર નહોતી અને તેમણે પણ મને ટેકો આપ્યો નહોતો. સામાન્ય રીતે કોઈ ખેલાડીને મૅચ પહેલાં જાણ કરવામાં આવે છે કે તે બીજા દિવસે રમશે. હું બે મૅચ માટે બહાર બેઠો હતો અને આ અંગે મારી સાથે કોઈ વાતચીત થઈ નહોતી. અચાનક રાત્રે ૧૧ વાગ્યે મને એક મેસેજ મળ્યો કે હું આવતી કાલની મૅચ રમી રહ્યો છું. મેં મારો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યો.’


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2026 02:32 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK