Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL મૅચ દરમ્યાન ડગઆઉટમાં ફોનનો ઉપયોગ કરનાર રાજસ્થાન રૉયલ્સના મૅનેજરને કારણ દર્શક નોટિસ મળી

IPL મૅચ દરમ્યાન ડગઆઉટમાં ફોનનો ઉપયોગ કરનાર રાજસ્થાન રૉયલ્સના મૅનેજરને કારણ દર્શક નોટિસ મળી

Published : 14 April, 2026 03:11 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPL પહેલાં ફેફસાંની ગંભીર બીમારીનો શિકાર બન્યો હતો

રાજસ્થાન રૉયલ્સનો મૅનેજર રોમી ભિંડર

રાજસ્થાન રૉયલ્સનો મૅનેજર રોમી ભિંડર


ગુવાહાટીમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામેની IPL મૅચ દરમ્યાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા બદલ રાજસ્થાન રૉયલ્સનો મૅનેજર રોમી ભિંડર વિવાદોમાં ફસાયો છે. હવે ભારતીય ક્રિકેટ બોર્ડના ઍ​ન્ટિ-કરપ્શન ઍન્ડ સિક્યૉરિટી યુનિટે (ACSU) તેને કારણદર્શક નોટિસ ફટકારી છે. તેણે આગામી ૪૮ કલાકની અંદર આ ઘટના બાબતે જવાબ આપવો પડશે. IPL મૅચ દરમ્યાન માત્ર ટીમ-મૅનેજરોને ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી છે, પરંતુ ફક્ત ડ્રેસિંગ રૂમની અંદર. આ કિસ્સામાં તે ડ્રેસિંગ રૂમથી દૂર મેદાનની નજીક ફોનનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. કોવિડ-19 રોગચાળા પછી ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ-મૅનેજરને ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનું શરૂ કર્યું હતું.

IPL પહેલાં ફેફસાંની ગંભીર બીમારીનો શિકાર બન્યો હતો



૪૪ વર્ષના રોમી ભિંડરના સ્વાસ્થ્યને લઈને કેટલાક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. IPLની નવી સીઝન પહેલાં તે ફેફસાંની ગંભીર બીમારીનો શિકાર બન્યો હતો. તેને એક અઠવાડિયા માટે વેન્ટિલેટર પર રહેવાની ફરજ પડી હતી. અહેવાલ અનુસાર તે ફોનનો ઉપયોગ તબીબી સલાહ માટે લઈ રહ્યો હતો. તેને અસ્થમાની પણ સમસ્યા છે. તેને વારંવાર સીડી ન ચડવાની સલાહ આપવામાં આવી છે. ગુવાહાટીમાં ડ્રેસિંગ રૂમ પહેલા માળે હોવાથી તે ડગઆઉટમાં જ ફોન લઈને બેઠો હોવાના અહેવાલ મળી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2026 03:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK