Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મુંબઈનો ચેન્નઈ સામે ભૂંડો પરાજય

મુંબઈનો ચેન્નઈ સામે ભૂંડો પરાજય

Published : 03 May, 2026 08:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦ ઓવરમાં ૭ વિકેટે માત્ર ૧૫૯ રન કર્યા, ચેન્નઈએ ૧૮.૧ ઓવરમાં માત્ર બે વિકેટે ૧૬૦ રન કરી લીધા

વિલ જૅક્સ, હાર્દિક પંડ્યા અને રૉબિન મિન્ઝની વિકેટ લઈને મુંબઈ ઇન્ડિયન્સની કમર તોડી નાખી અંશુલ કમ્બોજે, ૭૫ બૉલમાં ૯૮ રનની પાર્ટનરશિપ કરી ઋતુરાજ ગાયકવાડ અને કાર્તિક શર્માએ.

વિલ જૅક્સ, હાર્દિક પંડ્યા અને રૉબિન મિન્ઝની વિકેટ લઈને મુંબઈ ઇન્ડિયન્સની કમર તોડી નાખી અંશુલ કમ્બોજે, ૭૫ બૉલમાં ૯૮ રનની પાર્ટનરશિપ કરી ઋતુરાજ ગાયકવાડ અને કાર્તિક શર્માએ.


ગઈ કાલે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સનો ભૂંડો પરાજય થયો હતો. મુંબઈએ ગઈ કાલે સતત ત્રીજી મૅચ ગુમાવી હતી. મુંબઈએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ લીધી હતી, પણ ૨૦ ઓવરમાં એના માત્ર ૧૫૯ રન થયા હતા જે એણે ૭ વિકેટ ગુમાવીને કર્યા હતા. ચેન્નઈએ ૧૮.૧ ઓવરમાં બે વિકેટ ગુમાવી ૧૬૦ રન કરી લીધા હતા. ચેન્નઈની જીતમાં કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (૪૮ બૉલમાં ૬૯) અને કાર્તિક શર્મા (૪૦ બૉલમાં ૫૪)નો મુખ્ય ફાળો હતો. આ વિજય સાથે ચેન્નઈ પૉઇન્ટ-ટેબલમાં છઠ્ઠા સ્થાને આવી ગયું છે. ૯ મૅચમાં એના ૮ પૉઇન્ટ થયા છે. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર મુંબઈએ પહેલી ૧૦ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૯૦ રન અને અંતિમ ૧૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૬૯ રન કર્યા હતા. ૧૫૯ રનની આ ટીમ-ઇનિંગ્સમાં નમન ધીરની ફિફ્ટી મહત્ત્વપૂર્ણ સાબિત થઈ હતી. ત્રીજા ક્રમે બૅટિંગ કરીને નમન ધીરે ૩૭ બૉલમાં ૪ ફોર અને ૩ સિક્સની મદદથી ૫૭ રન કર્યા હતા. રાયન રિકલ્ટને ૨૪ બૉલમાં ૩૭ રન, સૂર્યકુમાર યાદવે ૧૨ બૉલમાં ૨૧ રન અને કૅપ્ટન હાર્દિક પંડ્યાએ ૨૩ બૉલમાં ૧૮ રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નઈ તરફથી ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજે ૪ ઓવરમાં ૩૨ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. સ્પિનર નૂર અહમદે પોતાના સ્પેલમાં ૨૬ રન આપીને બે વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર રામક્રિષ્ના ઘોષ અને જેમી ઓવરટનને એક-એક સફળતા મળી હતી.

ધોની અને રોહિત સાથે ફોટો પડાવીને સૂર્યાએ વૉટ્સઍપ ગ્રુપ માટે નામ પૂછ્યું, ભારતીય ક્રિકેટ બોર્ડે કહ્યું - The CUP-TAANS




ચેપૉકમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની મૅચની પ્રૅક્ટિસ દરમ્યાન T20 વર્લ્ડ કપ 2026ના વિજેતા કૅપ્ટન સૂર્યકુમાર યાદવે મોટી તક ઝડપી લીધી હતી. બન્ને ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન્સ અને ભારત માટે T20 વર્લ્ડ કપ જીતનાર મહેન્દ્ર સિંહ ધોની (૨૦૦૭) અને રોહિત શર્મા (૨૦૨૪) સાથે તેણે ગ્રુપ-ફોટો પડાવ્યો હતો. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આ ફોટો શૅર કરીને સૂર્યાએ લખ્યું કે ગ્રુપ-DP મિલ ગયા, બસ ગ્રુપ-નેમ સજેસ્ટ કરો. સૂર્યાની પોસ્ટ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે પણ રસપ્રદ વૉટ્સઍપ ગ્રુપ-ફોટો શૅર કર્યો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડે આ કૅપ્ટન્સના ગ્રુપ માટે The CUP-TAANS નામ રાખવાનું સૂચન કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2026 08:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK