પંજાબ સામે ૨૦૦+ સ્કોર કરવા છતાં સતત પાંચમી મૅચ હાર્યું ચેન્નઈ
પંજાબનો ૨૪ વર્ષનો ઓપનર પ્રિયાંશ આર્ય
શુક્રવારે ચેન્નઈ સામે રન-ચેઝ દરમ્યાન પંજાબનો ૨૪ વર્ષનો ઓપનર પ્રિયાંશ આર્ય ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમવા ઊતર્યો હતો. તેણે ૩૫૪.૫૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૩ ફોર અને ૪ સિક્સરની મદદથી ૧૧ બૉલમાં ૩૯ રન કર્યા હતા. આ ધમાકેદાર પ્રદર્શન બદલ તે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. તે પહેલો ભારતીય અને ઓવરઑલ બીજો આ અવૉર્ડ જીતનાર પ્લેયર બન્યો હતો જેણે ૧૧ કે એથી ઓછા બૉલનો સામનો કર્યો હોય, બોલિંગ-ફીલ્ડિંગ કરવા ઊતર્યો નહોતો. અગાઉ ગ્લેન મૅક્સવેલે ૨૦૨૩માં હૈદરાબાદ સામે ૭ બૉલમાં પચીસ રન કરીને આ અનોખી સિદ્ધિ મેળવી હતી. શુક્રવારે ચેન્નઈએ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૨૦૯ રન કર્યા હતા, પંજાબે ૧૮.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૨૧૦ રન કરી લીધા હતા. પંજાબ સામે ૨૦૦+નો સ્કોર કરવા છતાં ચેન્નઈને સતત પાંચમી હાર મળી છે. T20 ક્રિકેટમાં હરીફ સામે ૨૦૦+નો સ્કોર કરવા છતાં ચેન્નઈ સૌથી વધુ મૅચ હારનાર ટીમ બની ગઈ છે. અગાઉ ઑસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઇન્ડીઝ આવી ૪ હાર ધરાવતી ટીમ બની હતી.
