Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સ્લો ઓવર-રેટ બદલ કૅપ્ટન ઐયરને ૧૨ લાખ રૂપિયાનો દંડ

સ્લો ઓવર-રેટ બદલ કૅપ્ટન ઐયરને ૧૨ લાખ રૂપિયાનો દંડ

Published : 02 April, 2026 03:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ સીઝનમાં પણ શ્રેયસ ઐયરને આવા ગુના બદલ બે વાર દંડ થયો હતો. પહેલી વાર ૧૨ લાખનો અને બીજી વાર ૨૪ લાખ રૂપિયાનો દંડ થયો હતો. 

શ્રેયસ ઐયર

શ્રેયસ ઐયર


મંગળવારે ગુજરાત ટાઇટન્સ સામે રોમાંચક મૅચમાં પંજાબ ‌‌કિંગ્સે ૩ વિકેટથી જીત મેળવીને સીઝનની શુભ શરૂઆત કરી હતી. જોકે આ ખુશીના માહોલમાં એક ખરાબ સમાચાર પણ ટીમને મળ્યા હતા. મૅચ દરમ્યાન સ્લો ઓવર-રેટ બદલ કૅપ્ટન શ્રેયસ ઐયરને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ૧૯મી સીઝનમાં આવા ગુના બદલ સજા મેળવનાર શ્રેયસ ઐયર પહેલો કૅપ્ટન બની ગયો છે. આ ​વિશે એક સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે IPLના કોડ ઑફ કન્ડક્ટમાં મિનિમમ ઓવર-રેટના ગુના માટે આર્ટિકલ ૨.૨૨ હેઠળ શ્રેયસ ઐયરની ટીમનો આ સીઝનમાં આ પહેલો ગુનો હોવાથી તેને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગઈ સીઝનમાં પણ શ્રેયસ ઐયરને આવા ગુના બદલ બે વાર દંડ થયો હતો. પહેલી વાર ૧૨ લાખનો અને બીજી વાર ૨૪ લાખ રૂપિયાનો દંડ થયો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2026 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK