બન્ને સીઝનમાં તેણે ૧-૧ ફિફટી ફટકારી છે. તેણે ટીમ માટે છેલ્લી સીઝનના અંતમાં ૧૧૮ રનની મોટી ઇનિંગ્સ રમી હતી.
મૅચ બાદ ડ્રેસિંગ રૂમ પાસે ઇન્જર્ડ રિષભ પંતના હાલચાલ પૂછ્યા વિરાટ કોહલીએ.
બુધવારે લખનઉ સુપર જાયન્ટ્સનો કૅપ્ટન રિષભ પંત રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામેની મૅચમાં ૬ બૉલમાં એક જ રન કરી શક્યો હતો. અગાઉ તે પાંચમી ઓવર દરમ્યાન ત્રીજા ક્રમે બૅટિંગ દરમ્યાન રિટાયર્ડ હર્ટ પણ થયો હતો. ડાબોડી બૅટર રિષભ પંતને ફાસ્ટ બોલર જૉશ હેઝલવુડ સામે ડાબા હાથની કોણીમાં બૉલ વાગવાથી દુખાવો શરૂ થયો હતો. મૅચની બીજી ઇનિંગ્સ દરમ્યાન રિષભ પંતની ગેરહાજરીમાં મુકુલ ચૌધરી વિકેટકીપર અને નિકોલસ પૂરન ઇન્ચાર્જ-કૅપ્ટનની ભૂમિકામાં જોવા મળ્યો હતો. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પોતાની ત્રીજી મૅચમાં લખનઉને પહેલી જ વખત હારનો સામનો કરવો પડયો હતો. IPL ઇતિહાસનો ૨૭ કરોડ રૂપિયાનો સૌથી મોંઘો પ્લેયર રિષભ પંત લખનઉ સુપર જાયન્ટ્સ માટે પૈસા-વસૂલ પર્ફોર્મન્સ આપી શક્યો નથી. છેલ્લી સીઝનથી હમણા સુધીની ૧૯ મૅચમાં રિષભ પંત ૨૭ની ઍવરેજથી પણ રન બનાવી શક્યો નથી. તેણે ૨૪.૮૬ની ઍવરેજ અને ૧૨૯.૯૬ના સ્ટ્રાઇક-રેટથી ટીમ માટે ૩૭૩ રન કર્યા છે. બન્ને સીઝનમાં તેણે ૧-૧ ફિફટી ફટકારી છે. તેણે ટીમ માટે છેલ્લી સીઝનના અંતમાં ૧૧૮ રનની મોટી ઇનિંગ્સ રમી હતી.
