છેલ્લી મૅચમાં ગુજરાત ૯૯ રને મુંબઈ સામે અને બૅન્ગલોર ૬ વિકેટે દિલ્હી સામે હાર્યું હતું, એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બૅન્ગલોરની આજે છેલ્લી લીગ મૅચ
બન્ને ટીમના કૅપ્ટનની ફાઇલ તસવીર
IPL 2026ની ૩૪મી મૅચ આજે બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને દિલ્હી કૅપિટલ્સની આ ટક્કરમાં બન્ને ટીમને જીતની જરૂર છે, કારણ કે બન્ને ટીમ સામે જીતના ટ્રૅક પર વાપસી કરવાનો પડકાર છે. છેલ્લી મૅચમાં ગુજરાત ૯૯ રને મુંબઈ સામે અને બૅન્ગલોર ૬ વિકેટે દિલ્હી સામે હાર્યું હતું.
વર્તમાન સીઝનમાં બન્ને ટીમ ૬ મૅચ રમી છે. ગુજરાતને ત્રણ હાર અને ત્રણ જીત મળી છે. બૅન્ગલોરને ચાર જીત મળી છે અને એણે બે હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાતની ટીમ જીતની હૅટ-ટ્રિક કરીને અંતિમ મૅચ હારી હતી. બૅન્ગલોરની બન્ને હાર ત્યારે આવી જ્યારે તેઓ લાગલગાટ ત્રીજી જીતની નજીક હતા.
ADVERTISEMENT
એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બૅન્ગલોર આજે છેલ્લી લીગ મેચ રમશે. વર્તમાન સીઝનમાં બૅન્ગલોર અહીં આજે પાંચમી લીગ મૅચ રમશે. હવે પછીની બે હોમ-મૅચ તેઓ રાયપુરમાં રમશે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન બૅન્ગલોર જો પ્લેઑફ સુધી પહોંચશે તો હોમ-ગ્રાઉન્ડ પર ફરી રમતી જોવા મળી શકે છે. અહેવાલો અનુસાર એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને ઓપનિંગ મૅચની જેમ પ્લેઑફ અને ફાઇનલ મૅચની યજમાની પણ મળી શકે છે.
એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગુજરાતની ટીમ ત્રણ મૅચ બૅન્ગલોર સામે જ રમી છે. ૨૦૨૩ અને ૨૦૨૫ની સીઝનમાં અહીં એને જીત મળી હતી જ્યારે એકમાત્ર હાર ૨૦૨૪માં મળી હતી. બૅન્ગલોરની ટીમ હોમગ્રાઉન્ડ પર ૧૦૯માંથી ૫૪ મૅચ જીતી છે, ૫૧ મૅચમાં હાર મળી છે અને ચાર મૅચ નો-રિઝલ્ટ રહી છે. ૧૮ એપ્રિલે દિલ્હી સામે મળેલી હારને કારણે અહીં બૅન્ગલોરનો સતત પાંચ જીતનો સિલસિલો તૂટ્યો હતો.
|
બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
મૅચ |
૬ |
|
બૅન્ગલોરની જીત |
૩ |
|
ગુજરાતની જીત |
૩ |
