Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઘરઆંગણે દિલ્હીને કચડીને જીતની હૅટ-ટ્રિક મારવા ઊતરશે હૈદરાબાદ

ઘરઆંગણે દિલ્હીને કચડીને જીતની હૅટ-ટ્રિક મારવા ઊતરશે હૈદરાબાદ

Published : 21 April, 2026 02:42 PM | IST | Hyderabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈશાન કિશન અને અક્ષર પટેલની ટીમ બૅક-ટુ-બૅક હાર બાદ જીતના ટ્રૅક પર પાછી ફરી

ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન હૈદરાબાદનો કૅપ્ટન ઈશાન કિશન પ્રૅક્ટિસ દરમ્યાન ગઈ કાલે હૈદરાબાદનો ઓપનર અભિષેક શર્મા અને બોલિંગ કોચ ડેનિયલ વેટોરી સાથે વાતચીત કરી રહેતો દિલ્હીનો કૅપ્ટન અક્ષર પટેલ.

ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન હૈદરાબાદનો કૅપ્ટન ઈશાન કિશન પ્રૅક્ટિસ દરમ્યાન ગઈ કાલે હૈદરાબાદનો ઓપનર અભિષેક શર્મા અને બોલિંગ કોચ ડેનિયલ વેટોરી સાથે વાતચીત કરી રહેતો દિલ્હીનો કૅપ્ટન અક્ષર પટેલ.


IPL 2026ની ૩૧મી ટક્કર આજે રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં થશે. સનરાઇઝર્સ હૈદરાબાદને ૬ મૅચમાં ૩ જીત અને ૩ હાર મળી છે. દિલ્હી કૅપિટલ્સ પાંચ મૅચમાંથી ૩ જીત્યું છે અને બે હાર્યું છે. સતત બે હાર બાદ છેલ્લી મૅચમાં ચેન્નઈને હરાવનાર અક્ષર પટેલની ટીમને દિલ્હી સામે આજે જીતના ટ્રૅક પર જળવાઈ રહેવાનો પડકાર હશે. ઈશાન કિશન ઍન્ડ કંપની જીતની હૅટ-ટ્રિકનો ટાર્ગેટ રાખશે. બૅક-ટુ-બૅક હાર બાદ જીતના ટ્રૅક પર પાછી ફરેલી આ બન્ને ટીમના પ્લેયર્સ હાલમાં શાનદાર ફૉર્મમાં છે.

બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ 

મૅચ

૨૬

હૈદરાબાદની જીત

૧૩

દિલ્હીની જીત

૧૨

નો-રિઝલ્ટ



રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં દિલ્હીની ટીમ ૧૦ મૅચમાંથી ૬ જીતી છે. ૩ મૅચમાં હાર મળી છે અને એક મૅચ નો-રિઝલ્ટ રહી છે. આ મેદાન પર બન્ને ટીમ વચ્ચે ૭ મૅચ રમાઈ છે એમાંથી ૨૦૨૫ની છેલ્લી ટક્કર નો-રિઝલ્ટ રહી હતી. દિલ્હીની ટીમ હોમ ટીમ સામે ચાર મૅચ જીતી છે. હૈદરાબાદની ટીમ અહીં ૬૬ મૅચમાંથી ૪૦ મૅચ જીતી છે. પચીસ મૅચમાં હાર મળી છે અને એક નો-રિઝલ્ટ રહી છે. વર્તમાન સીઝનમાં અહીં રમાયેલી ૩ મૅચમાંથી હૈદરાબાદ છેલ્લી બન્ને મૅચ જીત્યું છે. 


 


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2026 02:42 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK