Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બાળપણમાં વિરાટ કોહલીએ પણ કરાવી હતી કટોરા-કટ

બાળપણમાં વિરાટ કોહલીએ પણ કરાવી હતી કટોરા-કટ

Published : 12 April, 2026 09:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મારા મગજના એક ખૂણામાં વિચાર તો આવે છે કે સામે કોણ બોલિંગ કરી રહ્યું છે, પરંતુ હું બૉલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરું છું, બોલર પર નહીં. - પ્લેયર ઑફ ધ મૅચ બન્યા બાદ વૈભવ સૂર્યવંશી  

વિરાટ કોહલી

વિરાટ કોહલી


રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ હાલમાં વિરાટ કોહલી, વેન્કટેશ ઐયર અને દેવદત્ત પડિક્કલનો રસપ્રદ વિડિયો શૅર કર્યો હતો. ત્રણેય ક્રિકેટર્સ આ વિડિયોમાં પોતાના બાળપણના ફોટો જોતા જોવા મળ્યા હતા. વિરાટ કોહલી પોતાના બાળપણના ફોટોમાં જૂના સમયની આઇકૉનિક કટોરા-કટવાળી હેરકટમાં પોઝ આપતો જોવા મળ્યો હતો. આ ફોટો જોઈને વિરાટ કોહલીએ કહ્યું કે ‘ક્લાસિક અને શાનદાર હેરકટ. હું આ કટોરા-કટ હેરકટને બધા માટે પાછી લાવવા ઇચ્છું છું.’

તોફાની ઇનિંગ્સ રમનાર વૈભવ સૂર્યવંશીની કૅપ પર ઑટોગ્રાફ આપીને વિરાટ કોહલીએ લખ્યું... ડિયર વૈભવ, વેલ ડન




મૅચ બાદ વૈભવ સૂર્યવંશીને મળીને તેને શુભેચ્છા આપતો વિરાટ કોહલી અને વૈભવ સૂર્યવંશીની કૅપ પર વિરાટ કોહલીનો મેસેજ અને ઑટોગ્રાફ.


શુક્રવારે રાજસ્થાન રૉયલ્સ માટે તોફાની ઇનિંગ્સ રમ્યા બાદ વૈભવ સૂર્યવંશી વર્તમાન સીઝનમાં ૨૦૦ રન ફટકારનાર પહેલો બૅટર બન્યો હતો. બૅન્ગલોર સામેની મૅચ પછી તે ઑરેન્જ કૅપહોલ્ડર પણ બન્યો હતો. મૅચ બાદ તેણે પોતાની રાજસ્થાન રૉયલ્સની કૅપ પર અનુભવી વિરાટ કોહલીના ઑટોગ્રાફ  લીધા હતા. વિરાટ કોહલીએ ઑટોગ્રાફ આપતાં પહેલાં કૅપ પર મેસેજ લખ્યો હતો કે ડિયર વૈભવ, વેલ ડન. ગુવાહાટીની જે પિચ પર વૈભવ સૂર્યવંશીએ તોફાની ઇનિંગ્સ રમી હતી ત્યાં વિરાટ કોહલી પહેલી ઇનિંગ્સમાં ૨૦૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૧૬ બૉલમાં ૭ ફોરના આધારે ૩૨ રન કરીને સ્પિનર રવિ બિશ્નોઈની ઓવરમાં બોલ્ડ થયો હતો. મારા મગજના એક ખૂણામાં વિચાર તો આવે છે કે સામે કોણ બોલિંગ કરી રહ્યું છે, પરંતુ હું બૉલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરું છું, બોલર પર નહીં. - પ્લેયર ઑફ ધ મૅચ બન્યા બાદ વૈભવ સૂર્યવંશી

જય જવાન, જય કિસાનનું ટૅટૂ છે સૈનિકના દીકરા ધ્રુવ જુરેલના બાયસેપ્સ પર


શુક્રવારે રાજસ્થાન રૉયલ્સના બીજા હોમ ગ્રાઉન્ડ ગુવાહાટીમાં સીઝનની ત્રીજી અને અંતિમ મૅચ રમાઈ હતી. આ મૅચમાં રાજસ્થાનના વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલે ત્રીજા ક્રમે રમીને અન્ય પ્લેયર્સ કરતાં મોટી ​ઇનિંગ્સ રમી હતી. તેણે ૮ ફોર અને ૩ સિક્સરના આધારે ૪૩ બૉલમાં અણનમ ૮૧ રનની ઇનિંગ્સ રમીને મૅચ ફિનિશ કરી હતી. ધ્રુવ જુરેલે બૅન્ગલોર સામેની આ મૅચમાં ફિફ્ટી ફટકાર્યા બાદ પોતાનું સૅલ્યુટ-સેલિબ્રેશન કર્યું હતું. આ દરમ્યાન તેના ડાબા હાથના બાયસેપ્સ પર રસપ્રદ ટૅટૂ દેખાયું હતું. આ ટૅટૂમાં હિન્દીમાં લખ્યું હતું, જય જવાન, જય કિસાન. કારગિલ યુદ્ધમાં સૈનિક તરીકે ફરજ બજાવનાર નેમ સિંહ જુરેલના આ દીકરાએ ભારતના સૈનિકો અને ખેડૂતોના સન્માનમાં આ ટૅટૂ પડાવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

12 April, 2026 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK