ટીમ-મૅનેજર ડ્રેસિંગ રૂમમાં ફોનનો ઉપયોગ કરી શકે છે, પરંતુ ડગઆઉટમાં નહીં. ટીમના અન્ય સભ્યોએ ડગઆઉટમાં આવતાં પહેલાં ફોન જમા કરવાના હોય છે.
રાજસ્થાનના મૅનેજરે ડગઆઉટમાં ફોનનો ઉપયોગ કર્યો, ઍન્ટિ-કરપ્શન પ્રોટોકૉલના ભંગથી ઊભો થયો વિવાદ
રાજસ્થાન રૉયલ્સના લાંબા સમયથી ટીમ-મૅનેજર રોમી ભિંડર રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામેની IPL મૅચ દરમ્યાન ટીમના ડગઆઉટમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં ટીવી-કૅમેરામાં કેદ થયો હતો. આ ઘટના સૌપ્રથમ સૌશ્યલ મીડિયા પર વાઇરલ થઈ હતી. આ વિડિયોમાં રોમી ભિંડરની બાજુમાં ૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી પણ જોવા મળ્યો હતો જે ફોનમાં નજર નાખી રહ્યો હતો. IPLના ઍન્ટિ-કરપ્શન પ્રોટોકૉલ અનુસાર ખેલાડીઓ અને મૅચઅધિકારીઓના ક્ષેત્રમાં સેલફોન પર પ્રતિબંધ છે. ટીમ-મૅનેજર ડ્રેસિંગ રૂમમાં ફોનનો ઉપયોગ કરી શકે છે, પરંતુ ડગઆઉટમાં નહીં. ટીમના અન્ય સભ્યોએ ડગઆઉટમાં આવતાં પહેલાં ફોન જમા કરવાના હોય છે. અહેવાલ અનુસાર ઍન્ટિ-કરપ્શન પ્રોટોકૉલના ભંગને કારણે વધેલા વિવાદ બાદ હવે ભારતીય ક્રિકેટ બોર્ડ અને IPLની કમિટી કાર્યવાહી કરી શકે છે.
