Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોઈ T20 ટુર્નામેન્ટ આ જીવનમાં IPLનો મુકાબલો કરી શકશે નહીં : લલિત મોદી

કોઈ T20 ટુર્નામેન્ટ આ જીવનમાં IPLનો મુકાબલો કરી શકશે નહીં : લલિત મોદી

Published : 20 April, 2026 02:56 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટના ભવિષ્યના મુદ્દે લલિત મોદી અને કેવિન પીટરસન વચ્ચે શાબ્દિક ટપાટપી

લલિત મોદી

લલિત મોદી


ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉનના યુટ્યુબ વિડિયોમાં લલિત મોદીએ ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટ વિશે મોટો દાવો કર્યો હતો. એ અનુસાર ઇંગ્લૅન્ડની આ હન્ડ્રેડ-હન્ડ્રેડ બૉલના ફૉર્મેટમાં રમાતી ટુર્નામેન્ટ ત્રણ-ચાર વર્ષમાં ઝડપથી બંધ થઈ જશે. આ મામલે ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ પ્લેયર કેવિન પીટરસને કહ્યું હતું કે ‘ધ હન્ડ્રેડ ત્રણ વર્ષમાં સમાપ્ત નહીં થાય. એ ફક્ત IPLનું યુનાઇટેડ કિંગ્ડમ વર્ઝન બનશે. એનું ફૉર્મેટ T20માં બદલાઈ જશે.’ ગઈ કાલે ટ્‌વિટર પર લલિત મોદીએ લગભગ નિબંધ સ્વરૂપમાં જવાબ આપતાં લખ્યું હતું કે ‘કોઈ પણ T20 ટુર્નામેન્ટ આ જીવનમાં IPLનો મુકાબલો કરી શકશે નહીં. ધ હન્ડ્રેડ માટે  ઇંગ્લૅન્ડમાં કોઈ પણ કટ્ટર ક્રિકેટચાહકો નથી, ટેકો આપવા માટે પૂરતી મોટી વસ્તી પણ નથી, સ્પૉન્સર નથી, અહીં કોઈ ભારતીય ખેલાડીઓ પણ નથી, IPLની જેમ લાંબું રમવા માટે પ્લેયર્સ પાસે સમય નથી.’


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 02:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK