ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઇરફાન પઠાણે પોતાના સોશ્યલ મીડિયા પર ગઈ કાલે રસપ્રદ વિડિયો શૅર કર્યો હતો. આ વિડિયોમાં તે મુંબઈના રસ્તાઓ પર બાળકો સાથે ગલી ક્રિકેટનો આનંદ માણતો જોવા મળ્યો હતો.
એક બૉલના બદલામાં ઇરફાન પઠાણે બાળકો સાથે ગલી ક્રિકેટ રમવાની તક ઝડપી લીધી
ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઇરફાન પઠાણે પોતાના સોશ્યલ મીડિયા પર ગઈ કાલે રસપ્રદ વિડિયો શૅર કર્યો હતો. આ વિડિયોમાં તે મુંબઈના રસ્તાઓ પર બાળકો સાથે ગલી ક્રિકેટનો આનંદ માણતો જોવા મળ્યો હતો. તેણે કૅપ્શનમાં લખ્યું હતું, ‘આ બાળકો સાથે મારી ખૂબ સારી ડીલ થઈ. એક ટેનિસ બૉલ આપો અને એક બૉલ રમો. આ સ્માર્ટ બાળકો મને જૂના સારા દિવસોની યાદ અપાવે છે.’
વડોદરામાં જન્મેલો ૪૦ વર્ષનો ઇરફાન અત્યારે મુંબઈમાં રહે છે.

