Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઝારખંડને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટાઇટલ જિતાડવા માટે ઈશાન કિશને બનાવ્યા હતા કડક નિયમો

ઝારખંડને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટાઇટલ જિતાડવા માટે ઈશાન કિશને બનાવ્યા હતા કડક નિયમો

Published : 23 March, 2026 01:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોચ દ્વારા પ્લેયરના જાહેરમાં અપમાન પર પ્રતિબંધ, ટીમ-બસમાં લેટ આવનાર પાસે હજાર રૂપિયા દંડ

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ઈશાન કિશને છેલ્લા કેટલાક મહિનાઓમાં શિસ્ત અને સિદ્ધાંતો સાથે કામ કરીને ઝારખંડને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જિતાડી ટીમ ઇન્ડિયામાં લગભગ બે વર્ષ બાદ કમબૅક કર્યું હતું. ઝારખંડના સહાયક કોચ સની ગુપ્તાએ કૅપ્ટન ઈશાન કિશન દ્વારા ટીમ માટે બનાવવામાં આવેલા નિયમો વિશે રસપ્રદ ખુલાસો કર્યો છે.

ઈશાને ઝારખંડના કૅપ્ટન બન્યા બાદ ડ્રેસિંગ રૂમમાં કોઈ નકારાત્મક વાત ન કરવાનો નિયમ બનાવ્યો હતો. ખેલાડીઓ પાસેથી ખરાબ દિવસ પછી પણ સકારાત્મક રહેવાની અપેક્ષા રાખવામાં આવતી હતી. કોઈ પણ ખેલાડીને કોચ દ્વારા જાહેરમાં ઠપકો આપવામાં આવશે એ નિયમનું પણ પાલન કરાવવામાં આવ્યું હતું. ઈશાન સ્પષ્ટ હતો કે ડ્રેસિંગ રૂમ જીત અને હારને ધ્યાનમાં લીધા વિના ખુશહાલ સ્થળ હોવું જોઈએ.



ટીમ-બસમાં લેટ આવનાર ખેલાડી પાસે ૧૦૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવતો હતો. એના કારણે ઝારખંડના પ્લેયર્સમાં શિસ્ત જોવા મળી હતી. કલકત્તાની એક ઇવેન્ટમાં વ્યક્તિગત કારની વ્યવસ્થા હોવા છતાં ઈશાન કિશને બાકીના ખેલાડીઓ સાથે ઈ-રિક્ષામાં મુસાફરી કરવાનું પસંદ કર્યું હતું. 
ઝારખંડને પહેલી વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ચૅમ્પિયન બનાવનાર ઈશાન કિશન IPL 2026ની શરૂઆતની મૅચોમાં સનરાઇઝર્સ હૈદરાબાદની કમાન સંભાળતો જોવા મળશે. 


Whatsapp-channel Whatsapp-channel

23 March, 2026 01:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK