હું મારી સાથે રિંગ લઈ ગયો હતો એ આશામાં કે કદાચ ટુર્નામેન્ટ પૂરી થયા પછી મને તક મળશે. ગ્રાઉન્ડ ઇન્ટરેક્શન સિવાય અમે બબલને કારણે મળી શક્યાં નહીં.
હરભજન સિંહ અને તેની પત્ની ગીતા બસરાના ચૅટ શો ‘હુઝ ધ બૉસ?’ના બીજા એપિસોડમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ક્રિકેટ પ્રેઝન્ટેટર સંજના ગણેશને હાજરી આપી હતી
ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહ અને તેની પત્ની ગીતા બસરાના ચૅટ શો ‘હુઝ ધ બૉસ?’ના બીજા એપિસોડમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ક્રિકેટ પ્રેઝન્ટેટર સંજના ગણેશને હાજરી આપી હતી. માર્ચ ૨૦૨૧માં લગ્ન કરનાર આ કપલે ખુલાસો કર્યો હતો કે IPL 2020 દરમ્યાન તેમના વચ્ચે પ્રેમનો એકરાર થયો હતો.
૩૧ વર્ષનો બુમરાહ કહે છે, ‘એ કોવિડનો સમય હતો એથી દરેક ટીમ બાયો-બબલ્સ (સંક્રમણથી બચવા એકલા રહેવું) હતી. તે કોલકાતા નાઇટ રાઇડર્સમાં કામ કરી રહી હતી અને હું મુંબઈ ઇન્ડિયન્સમાં રમી રહ્યો હતો. બન્ને ટીમ અબુ ધાબીમાં હતી. હું મારી સાથે રિંગ લઈ ગયો હતો એ આશામાં કે કદાચ ટુર્નામેન્ટ પૂરી થયા પછી મને તક મળશે. ગ્રાઉન્ડ ઇન્ટરેક્શન સિવાય અમે બબલને કારણે મળી શક્યાં નહીં.’
ADVERTISEMENT
બુમરાહ આગળ કહે છે, ‘તેની ટીમ જલદી બહાર થઈ ત્યારે મેં તેને મારી ટીમના રૂમ તરફ ટ્રાન્સફર કરવાની વ્યવસ્થા કરી હતી. તે રૂમમાં આવી ત્યારે મેં કેક, શણગાર અને રિંગ જાતે તૈયાર કરી હતી. મીણબત્તીઓ પ્રગટાવી રાખવામાં મને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.’
તેના પ્રપોઝલની આ રસપ્રદ સ્ટોરી સોશ્યલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

