વિશ્વવિજેતા મહિલા ક્રિકેટરોએ આગામી મેન્સ T20 વર્લ્ડ કપ માટે પુરુષ ક્રિકેટરોને પાનો ચડાવ્યો, ત્રણેય મહિલા ક્રિકેટર્સે હિન્દીમાં મોટિવેશનલ વાક્યો કહીને ભારતીય ફૅન્સને મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે મોટિવેટ કર્યા છે.
મારે છોરે છોરિયોં સે કમ હૈં કે?
ક્રિકેટ બોર્ડ અને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કે મળીને મેન્સ T20 વર્લ્ડ કપ 2026 પહેલાં એક જબરદસ્ત પ્રોમો શૅર કર્યો છે. આ પ્રોમામાં મહિલા ક્રિકેટર્સ જેમિમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા અને શફાલી વર્માએ અનુક્રમે સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને સંજુ સૅમસનના નામની ભારતીય જર્સી પહેરી છે.
ત્રણેય મહિલા ક્રિકેટર્સે હિન્દીમાં મોટિવેશનલ વાક્યો કહીને ભારતીય ફૅન્સને મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે મોટિવેટ કર્યા છે. પ્રોમોમાં કહેવામાં આવ્યું છે :દો નવમ્બર દો હઝાર પચીસ કો એક સપના સચ હુઆ... ઔર અબ ટાઇમ હૈ ફિર સે મૈદાન મેં ઉતરને કા, ફિર સે દહાડને કા, ઝંડે ગાડને કા... ક્યોંકિ અબ ઇન્ડિયા કે લડકોં કી બારી હૈ... એક કપ ઘર આયા હૈ, દૂસરા ઘર સે જાને નહીં દેંગે... વૈસે ભી, મારે છોરે છોરિયોં સે કમ હૈં કે?


