Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જીતનું ખાતું ખોલવા આજે કલકત્તાએ લોકલ બૉય શમીથી રહેવું પડશે સાવધ

જીતનું ખાતું ખોલવા આજે કલકત્તાએ લોકલ બૉય શમીથી રહેવું પડશે સાવધ

Published : 09 April, 2026 03:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅમરન ગ્રીન બોલિંગ કરતો જોવા મળી શકે : આજે પણ છે વરસાદની આગાહી...

જીતનું ખાતું ખોલવા આજે કલકત્તાએ લોકલ બૉય શમીથી રહેવું પડશે સાવધ

જીતનું ખાતું ખોલવા આજે કલકત્તાએ લોકલ બૉય શમીથી રહેવું પડશે સાવધ


કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં આજે સાંજે ૭.૩૦ વાગ્યે IPL 2026ની પંદરમી મૅચ રમાશે. આજે જીતનું ખાતું ખોલાવવા ફાંફાં મારી રહેલા યજમાન કોલકાતા નાઇટ રાઇડર્સ અને છેલ્લી મૅચમાં હૈદરાબાદ સામે જીતથી જોશમાં આવી ગયેલા લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રોમાંચક ટક્કરની અપેક્ષા છે.

કલકત્તા પહેલી મૅચમાં મુંબઈ સામે ૬ વિકેટે અને બીજી મૅચમાં હૈદરાબાદ સામે ૬૫ રનથી હારી ગયું હતું અને ઘરઆંગણે ત્રીજી મૅચમાં પંજાબ સામે પચીસ રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ વરસાદ વહારે આવ્યો હતો અને મૅચ રદ થતાં એક પૉઇન્ટ મળ્યો હતો. લખનઉએ પહેલી મૅચમાં દિલ્હી સામે ૬ વિકેટે હાર મળ્યા બાદ બીજી મૅચમાં હૈદરાબાદને એક બૉલ બાકી રાખીને પાંચ વિકેટથી હરાવીને જીતનું ખાતું ખોલ્યું હતું. લખનઉની આ મૅચનો હીરો હતો મોહમ્મદ શમી. શમીએ ૪ ઓવરમાં માત્ર ૯ રન આપીને હૈદરાબાદના ઓપનરો ટ્રૅવિસ હેડ અને અભિષેક શર્માને આઉટ કરીને જીતનો પાયો નાખ્યો હતો. કૅપ્ટન રિષભ પંતે ત્યાર બાદ અણનમ ૬૮ રન સાથે શમીની મહેનતને વ્યર્થ નહોતી જવા દીધી. કલકત્તાએ આજે જીતનું ખાતું ખોલવા માટે તેમના લોકલ બૉય શમીથી ખાસ સાવધ રહેવું પડશે. શમી બંગાળ વતી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે.

કલકત્તાએ આજે પણ જીત માટે બૅટરો પર આધાર રાખવો પડશે, કેમ કે તેમણે સ્ટાર સ્પિનરો ઇન્જર્ડ વરુણ ચક્રવર્તી અને બીમાર સુનીલ નારાયણ છેલ્લી મૅચમાં ગુમાવ્યા હતા અને કૅમરન ગ્રીને બોલિંગ શરૂ કરી નથી, પણ કદાચ આજથી નારાયણની ફિટ થઈ જવાની અને કૅમરન ગ્રીનની બોલિંગ શરૂ કરવાની આશા છે એ કલકત્તા માટે સારા સમાચાર છે.

લખનઉ તેના વિનિંગ-કૉમ્બિનેશનમાં આજે કદાચ કોઈ ફેરફાર નહીં કરે અને કૅપ્ટન રિષભ પંત ત્રીજા નંબરે જ બૅટિંગમાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2026 03:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK