WPLની ડેબ્યુ મૅચ બાદ ઇંગ્લૅન્ડની સુંદર ફાસ્ટ બોલર લૉરેન બેલના ઇન્સ્ટાગ્રામ પર એક મિલ્યન ફૉલોઅર્સ થયા, ઇંગ્લૅન્ડની પેસ બોલર લૉરેન બેલે હાલમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) માટે રમીને વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026માં ડેબ્યુ કર્યું હતું.
લૉરેન બેલના ઇન્સ્ટાગ્રામ પર એક મિલ્યન ફૉલોઅર્સ થયા
ઇંગ્લૅન્ડની પેસ બોલર લૉરેન બેલે હાલમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) માટે રમીને વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026માં ડેબ્યુ કર્યું હતું. તેણે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચમાં ૪ ઓવરમાં રેકૉર્ડ ૧૯ ડૉટ બૉલ ફેંકીને ૧૪ રન આપીને એક વિકેટ ઝડપી હતી.
પચીસ વર્ષની ફાસ્ટ બોલર લૉરેન બેલ તેના પ્રદર્શનને બદલે સુંદરતાને કારણે ચર્ચામાં રહે છે. WPLમાં ડેબ્યુ થતાં તેના ઇન્સ્ટાગ્રામ પર ફૉલોઅર્સ ૪ લાખથી વધીને ૧૦ લાખ થઈ ગયા છે. તેણે પોતાનો સુંદર ફોટો શૅર કરીને ૧૦ લાખ ફૉલોઅર્સ વિશે ખુશી પણ વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
૨૦૨૨થી લૉરેન બેલે અંગ્રેજ ટીમ માટે પાંચ ટેસ્ટ-મૅચમાં ૧૮, ૩૧ વન-ડે મૅચમાં ૪૪ અને ૩૬ T20 મૅચમાં ૫૦ વિકેટ ઝડપી છે. તેણે ઇંગ્લૅન્ડમાં રમાતી વિમેન્સ ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટની ૪૧ મૅચમાં ૬૦ વિકેટ લીધી છે.


