હૈદરાબાદ શહેરે મને ઓળખ આપી અને હવે હું આ રેસ્ટોરાં દ્વારા શહેરને કંઈક પાછું આપવા માગું છું. અહીં લોકોને ઘર જેવું ભોજન પીરસવામાં આવશે.
મોહમ્મદ સિરાજે હોમટાઉન હૈદરાબાદમાં પોતાની પહેલી રેસ્ટોરાં જોહરફા ખોલી છે
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે હોમટાઉન હૈદરાબાદમાં પોતાની પહેલી રેસ્ટોરાં જોહરફા ખોલી છે જે મુઘલાઈ, પારસી, અરબી અને ચાઇનીઝ ભોજન પીરસશે. સિરાજ કહે છે, ‘જોહરફા મારા દિલની ખૂબ નજીક છે. હૈદરાબાદ શહેરે મને ઓળખ આપી અને હવે હું આ રેસ્ટોરાં દ્વારા શહેરને કંઈક પાછું આપવા માગું છું. અહીં લોકોને ઘર જેવું ભોજન પીરસવામાં આવશે.’
ઇંગ્લૅન્ડ-ટૂર પહેલાં સિરાજે પોતાના મિત્રો માટે આ રેસ્ટોરાંમાં ડિનરનું આયોજન કર્યું હતું.

