Dhoni was at the top of the list of individual taxpayers in the last financial year as well.
પ્રૅક્ટિસ-સેશનમાં ધોની
મહેન્દ્ર સિંહ ધોની IPL 2026માં ક્યારે રમશે એ સવાલ આખા ક્રિકેટજગતને મૂંઝવી રહ્યો છે. આ બધા વચ્ચે ચેન્નઈ સુપર કિંગ્સ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ધોનીના પ્રૅક્ટિસ-સેશનના વિડિયો શૅર કરીને ક્રિકેટ-ફૅન્સની ઉત્સુકતામાં વધારો કરી રહ્યું છે. હાલમાં ચેપૉક સ્ટેડિયમમાં ધોની નેટ-સેશન દરમ્યાન બોલિંગ કરતો જોવા મળ્યો હતો. ચેન્નઈ હવે ૧૦ મે અને ૧૫ મેના રોજ બૅક-ટુ-બૅક મૅચ લખનઉ સામે રમશે. આ ટીમ હૈદરાબાદ સામે ૧૮ મે અને ગુજરાત સામે ૨૧ મેના દિવસે ટકરાશે.
ઝારખંડ અને બિહારમાં એમ.એસ. ધોની સૌથી મોટો કરદાતા
બિહાર-ઝારખંડના આવકવેરા વિભાગના મુખ્ય કમિશનરે પુષ્ટિ આપી છે કે ઝારખંડ અને બિહારમાં એમ.એસ. ધોની સૌથી મોટો વ્યક્તિગત કરદાતા છે. આવકવેરા વિભાગે ચૂકવેલા કરની ચોક્કસ રકમ જાહેર કરી નથી. આ વર્ષે આ બન્ને રાજ્યોમાં કુલ કરવસૂલાત આશરે ૨૦,૦૦૦ કરોડ રૂપિયા હતી. આમાંથી ઝારખંડનું યોગદાન આશરે ૧૨,૦૦૦ કરોડ રૂપિયા હતું. પાછલા નાણાકીય વર્ષમાં પણ ધોની વ્યક્તિગત કરદાતાઓની યાદીમાં ટોચ પર હતો.
Share
Share
09 May, 2026 08:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK