Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > નજમુલ હુસેન શાન્તો અચાનક જપાન છોડીને ઘરે કેમ જતો રહ્યો?

નજમુલ હુસેન શાન્તો અચાનક જપાન છોડીને ઘરે કેમ જતો રહ્યો?

Published : 30 September, 2026 12:06 PM | IST | Nagoya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૪ દિવસથી તાવ ચાલુ હોવાથી તેની બ્લડ-ટેસ્ટ કરવામાં આવી હતી

નજમુલ હુસેન શાન્તો

નજમુલ હુસેન શાન્તો


બંગલાદેશનો સ્ટાર બૅટર નજમુલ હુસેન શાન્તો તાવ અને ઇન્ફેક્શનને કારણે એશિયન ગેમ્સની સ્પર્ધામાંથી બહાર થઈ ગયો છે. ટીમ ફિઝિયોએ કહ્યું હતું કે ‘પુરુષોની ક્રિકેટ સ્પર્ધા માટે નાગોયા પહોંચ્યો ત્યારથી જ નજમુલ હુસેન શાન્તોને તાવ આવી રહ્યો છે. તેને સાજા થવામાં સમય લાગશે અને તે હવે ઢાકા પરત ફરી રહ્યો છે. તાવને કારણે તે નબળો પડી ગયો છે. ૪ દિવસથી તાવ ચાલુ હોવાથી તેની બ્લડ-ટેસ્ટ કરવામાં આવી હતી. તેનામાં ચેપનાં કેટલાંક લક્ષણો દેખાય છે, પરંતુ ઇન્ફલ્યુએન્ઝા અને કોવિડ-19ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.’

બંગલાદેશની ટેસ્ટ-ટીમનો કૅપ્ટન નજમુલ હુસેન શાન્તો એક વર્ષ પછી T20 સ્ક્વૉડમાં પરત ફર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2026 12:06 PM IST | Nagoya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK