બીજી ઇનિંગ્સમાં ૭ ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર ૩૨ રન કરીને કિવીઓએ ૯૬ રનની લીડ મેળવી લીધી છે
જેકબ ડફીએ પોતાની બોલિંગમાં શાનદાર કૅચ પકડ્યા હતો
ક્રાઇસ્ટચર્ચમાં આયોજિત પહેલી ટેસ્ટ-મૅચના બીજા દિવસે ન્યુ ઝીલૅન્ડની ટીમે શાનદાર કમબૅક કર્યું છે. પહેલી ઇનિંગ્સમાં ૭૦.૩ ઓવરમાં ૨૩૧ રને ઑલઆઉટ થયા બાદ ન્યુ ઝીલૅન્ડે મહેમાન ટીમને ૭૫.૪ ઓવરમાં ૧૬૭ રને સમેટી લીધી હતી. બીજી ઇનિંગ્સમાં ૭ ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર ૩૨ રન કરીને કિવીઓએ ૯૬ રનની લીડ મેળવી લીધી છે.
બીજા દિવસની રમતની શરૂઆતમાં માત્ર ૩ બૉલમાં અંતિમ વિકેટ ગુમાવનાર યજમાન ટીમે બોલિંગ દરમ્યાન તરખાટ મચાવ્યો હતો. ઓપનર તેજનારાયણ ચંદરપૉલે ૧૬૯ બૉલમાં બાવન રન કર્યા હતા, જ્યારે સ્ટાર બૅટર શાઈ હોપે ૧૦૭ બૉલમાં ૫૬ રન કર્યા હતા. કિવી ટીમના ફાસ્ટ બોલર જેકબ ડફીએ ૧૭.૪ ઓવરના સ્પેલમાં માત્ર ૩૪ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. તેણે માત્ર ૧૦ રનની અંદર અંતિમ ચાર કૅરિબિયન પ્લેયરની વિકેટ ખેરવી નાખી હતી. અનુભવી ફાસ્ટ બોલર મૅટ હેન્રીએ ૪૩ રન આપીને ૩ વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
પહેલી ઇનિંગ્સના આધારે કિવી ટીમ ૬૪ રનની લીડ સાથે બીજી ઇનિંગ્સમાં રમવા ઊતરી હતી. ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન ટૉમ લેથમ ૧૯ બૉલમાં ૧૪ રન અને ઓપનર ડેવોન કૉન્વે ૨૩ બૉલમાં ૧૫ રન કરીને વરસાદથી પ્રભાવિત બીજા દિવસના અંત સુધી ટકી રહ્યા હતા.


