શ્રીકર ભરતના ૩૯ રન અને નીતીશ કુમાર રેડ્ડીના ૨૫ રનને લીધે આંધ્ર પ્રદેશનો સ્કોર ૧૦૦ રનને પાર પહોંચ્યો હતો. યંગ ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી વર્તમાન ટુર્નામેન્ટની પહેલી જ મૅચ રમી રહ્યો હતો જેમાં તેણે આ સીઝનની પહેલી હૅટ-ટ્રિક લીધી હતી.
નીતીશ કુમાર રેડ્ડીની હૅટ-ટ્રિક છતાં પણ આંધ પ્રદેશને મધ્ય પ્રદેશ સામે મળી હાર
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના સુપર લીગ રાઉન્ડમાં ગઈ કાલે મધ્ય પ્રદેશે ૪ વિકેટે આંધ્ર પ્રદેશ સામે જીત મેળવી હતી. આંધ્ર પ્રદેશ ૧૯.૧ ઓવરમાં ૧૧૨ રન કરીને સમેટાઈ ગયું હતું. જવાબમાં મધ્ય પ્રદેશે ૧૭.૩ ઓવરમાં ૬ વિકેટે ૧૧૩ રન કરીને જીત મેળવી હતી.
શ્રીકર ભરતના ૩૯ રન અને નીતીશ કુમાર રેડ્ડીના ૨૫ રનને લીધે આંધ્ર પ્રદેશનો સ્કોર ૧૦૦ રનને પાર પહોંચ્યો હતો. યંગ ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી વર્તમાન ટુર્નામેન્ટની પહેલી જ મૅચ રમી રહ્યો હતો જેમાં તેણે આ સીઝનની પહેલી હૅટ-ટ્રિક લીધી હતી.
ADVERTISEMENT
નીતીશ કુમાર રેડ્ડીએ મૅચની બીજી ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં અનુક્રમે ઓપનર હર્ષ ગવળી (બોલ્ડ), ત્રીજા ક્રમે રમી રહેલા હરપ્રીત સિંહ (કૅચઆઉટ), ચોથા ક્રમના બૅટર અને કૅપ્ટન રજત પાટીદાર (બોલ્ડ)ને આઉટ કર્યા હતા. સાતમી ઓવરમાં ૩૭ રનમાં ૪ વિકેટ ગુમાવવા છતાં ગયા વર્ષની રનર-અપ ટીમ મધ્ય પ્રદેશે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.