બાવીસ વર્ષનો ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી ટૅટૂનો શોખીન છે. તેના હાથ પર પહેલેથી ઘડિયાળ, ટાઇગર અને યોદ્ધાનાં ટૅટૂ છે અને હવે તેણે વધુ બે ટૅટૂના ફોટો શૅર કર્યા છે
નીતીશ કુમાર રેડ્ડીનાં નવાં શાનદાર બૉડી ટૅટૂ
બાવીસ વર્ષનો ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી ટૅટૂનો શોખીન છે. તેના હાથ પર પહેલેથી ઘડિયાળ, ટાઇગર અને યોદ્ધાનાં ટૅટૂ છે અને હવે તેણે વધુ બે ટૅટૂના ફોટો શૅર કર્યા છે. તેણે શૅર કરેલા શર્ટલેસ ફોટોમાં પાંસળીઓ પર ફીનિક્સ પક્ષી અને પીઠ પર તલવાર સાથે યોદ્ધાના પહેરવેશની ડિઝાઇન જોવા મળી હતી.
ફીનિક્સનું ટૅટૂ વાપસીની ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જ્યારે તલવારનું ટૅટૂ શક્તિ અને નિશ્ચયનું પ્રતિનિધિત્વ કરે છે. નીતીશ હાલમાં બૅન્ગલોરસ્થિત નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં પોતાના ઘૂંટણની ઇન્જરીમાંથી ફિટ થવાનો પ્રયાસ કરી રહ્યો છે.

