Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અફઘાનિસ્તાને ઝિમ્બાબ્વે સામે સાતમી વખત T20 સિરીઝમાં ક્લીન સ્વીપ નોંધાવી

અફઘાનિસ્તાને ઝિમ્બાબ્વે સામે સાતમી વખત T20 સિરીઝમાં ક્લીન સ્વીપ નોંધાવી

Published : 03 November, 2026 09:55 AM | Modified : 03 November, 2026 10:16 AM | IST | Afghanistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નૂર અહમદે પહેલી વખત પાંચ વિકેટ લઈને ઝિમ્બાબ્વેને ૭૯ રન પર રોક્યું, ત્રીજી મૅચમાં અફઘાનિસ્તાનની ૭ વિકેટે જીત.

૩.૩ ઓવરમાં માત્ર ૧૩ રન આપીને પાંચ વિકેટ લીધી નૂર અહમદે

૩.૩ ઓવરમાં માત્ર ૧૩ રન આપીને પાંચ વિકેટ લીધી નૂર અહમદે


અફઘાનિસ્તાને ઝિમ્બાબ્વે સામે ૮ T20 સિરીઝ રમી છે અને સાતમી વખત ક્લીન સ્વીપ નોંધાવી છે. શારજાહમાં ત્રીજી T20 મૅચમાં અફઘાનિસ્તાને ૭ વિકેટે જીત મેળવી હતી. ઝિમ્બાબ્વે ૧૪.૩ ઓવરમાં પોતાના બીજા સૌથી ઓછા સ્કોર ૭૯ રને ઑલઆઉટ થયું હતું. જવાબમાં અફઘાનિસ્તાને ૮.૧ ઓવરમાં ૮૧-૩નો સ્કોર કરીને ૮૦ રનનો લક્ષ્યાંક પૂરો કર્યો હતો. 

ત્રીજી મૅચમાં ૨૧ વર્ષનો સ્પિનર નૂર અહમદ હીરો બન્યો હતો. ૩.૩ ઓવરમાં ૧૩ રન આપીને T20 ઇન્ટરનૅશનલમાં તેણે પહેલી વખત પાંચ વિકેટ લીધી હતી. T20 ક્રિકેટમાં તે આવી કમાલ બે વખત કરી ચૂક્યો છે. નૂરે મોટા ભાગની વિકેટ મિડલ ઑર્ડરની લીધી હતી. ઝિમ્બાબ્વેએ અંતિમ પાંચ વિકેટ ૨૦ રનની અંદર ગુમાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2026 10:16 AM IST | Afghanistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK