Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિરાટ મારો મિત્ર છે અને મેં તેના કારણે જ ક્રિકેટ જોવાનું શરૂ કર્યું

વિરાટ મારો મિત્ર છે અને મેં તેના કારણે જ ક્રિકેટ જોવાનું શરૂ કર્યું

Published : 22 April, 2026 03:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વર્લ્ડ ક્લાસ ટેનિસ સ્ટાર નોવાક જૉકોવિચ કહે છે...

ગ્રૅન્ડ સ્લૅમ ટેનિસ ચૅમ્પિયન નોવાક જૉકોવિચે ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી વિશે મોટું નિવેદન આપ્યું

ગ્રૅન્ડ સ્લૅમ ટેનિસ ચૅમ્પિયન નોવાક જૉકોવિચે ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી વિશે મોટું નિવેદન આપ્યું


૨૪ વખતના ગ્રૅન્ડ સ્લૅમ ટેનિસ ચૅમ્પિયન નોવાક જૉકોવિચે ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી વિશે મોટું નિવેદન આપ્યું છે. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘વિરાટ મારો મિત્ર છે અને હું ચોક્કસ તેની પ્રશંસા અને આદર કરું છું. સાચું કહું તો તેના દ્વારા જ મેં ક્રિકેટને અનુસરવાનું શરૂ કર્યું છે. આ રમતને હું પહેલાં ફૉલો નહોતો કરતો. વિરાટને લીધે મેં ક્રિકેટને વધુ ફૉલો કરવાનું શરૂ કર્યું. ‘ ૩૮  વર્ષના નોવાક જૉકોવિચે વધુમાં કહ્યું કે ‘અમે સંપર્કમાં રહીએ છીએ. જ્યારે હું ભારત જઈશ ત્યારે આશા રાખીશ કે તેને મળી શકું. અમે થોડું ક્રિકેટ થોડું ટેનિસ રમીને મજા કરીશું. લોકોમાં સકારાત્મકતા ફેલાવીશું અને રમતગમતની ભાવનાની ઉજવણી કરીશું.’ ભારતીય ટેનિસચાહકો વિશે સર્બિયાનો નોવાક જૉકોવિચ કહે છે, ‘મારો સંદેશ હંમેશાં પ્રેમ, આદર અને પ્રશંસાનો રહ્યો છે. સૌપ્રથમ વિશ્વભરના ભારતીય ટેનિસચાહકો  તરફથી મને વ્યક્તિગત રીતે મળેલા તમામ વર્ષોના સમર્થન માટે આભાર. હું તમને ભારતમાં ખૂબ જ જલદી મળીશ. કારણ કે હું ખરેખર ભારતની મુલાકાત લેવા માગું છું. છેલ્લાં કેટલાક વર્ષોથી મને ભારત આવવાનું આમંત્રણ મળતું રહ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2026 03:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK