Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ન્યુ ઝીલૅન્ડે પોતાનો સર્વોચ્ચ T20 સ્કોર કરીને ભારતીય ટીમને બીજી સૌથી મોટી હાર આપી

ન્યુ ઝીલૅન્ડે પોતાનો સર્વોચ્ચ T20 સ્કોર કરીને ભારતીય ટીમને બીજી સૌથી મોટી હાર આપી

Published : 31 October, 2026 08:24 AM | Modified : 31 October, 2026 09:07 AM | IST | Auckland
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૅટર ગ્લેન ફિલિપ્સના તોફાની ૧૦૭ રનની મદદથી કિવી ટીમે ૨૫૯-૭નો સ્કોર કર્યો, પાવરપ્લેમાં ટૉપ ફોર બૅટર્સની વિકેટ ગુમાવનાર ભારત ૧૭૨-૯નો સ્કોર કરીને ૮૭ રને હાર્યું.

૧૦ સિક્સના આધારે ૪૯ બૉલમાં આક્રમક ૧૦૭ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો ન્યુ ઝીલૅન્ડનો ગ્લેન ફિલિપ્સ

૧૦ સિક્સના આધારે ૪૯ બૉલમાં આક્રમક ૧૦૭ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો ન્યુ ઝીલૅન્ડનો ગ્લેન ફિલિપ્સ


ભારત સામેની પાંચ T20 મૅચની સિરીઝની સ્કોરલાઇન ૩-૧ કરીને ન્યુ ઝીલૅન્ડે ક્લીન સ્વીપનો ખતરો ટાળ્યો

ન્યુ ઝીલૅન્ડની મલ્ટિ-સિરીઝ ટૂર પર ભારતને સતત ત્રણ જીત પછી પહેલી હાર મળી છે. ચોથી T20 મૅચ ૮૭ રને જીતીને ન્યુ ઝીલૅન્ડે પાંચ મૅચની સિરીઝનો સ્કોર ૩-૧ કર્યો છે. ગ્લેન ફિલિપ્સની ત્રીજી T20 ઇન્ટરનૅશનલ સદીના આધારે ન્યુ ઝીલૅન્ડે ૨૫૯-૭નો પોતાનો હાઇએસ્ટ T20 સ્કોર નોંધાવ્યો હતો. ભારતીય ટીમ માંડ-માંડ ૨૦ ઓવરમાં ૧૭૨-૯નો સ્કોર કરીને હારી હતી.



૨૫૯-૭નો સ્કોર T20 ઇન્ટરનૅશનલમાં ભારત સામે કોઈ પણ ટીમનો સૌથી મોટો સ્કોર છે. અગાઉ ઇંગ્લૅન્ડે આ વર્ષે જ ભારત સામે ૨૫૭-૩નો સ્કોર કર્યો હતો. ઇંગ્લૅન્ડ સામે આ વર્ષે જ મળેલી ૧૨૫ રનની હાર પછી ગઈ કાલની ૮૭ રનની હાર T20માં ભારતની બીજી સૌથી મોટી હાર હતી.


ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ન્યુ ઝીલૅન્ડ માટે ચોથા ક્રમે રમવા આવીને ગ્લેન ફિલિપ્સે ૨૧૮.૩૭ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરી હતી. તેણે ૬ ફોર, ૧૦ સિક્સના આધારે ૪૯ બૉલમાં ૧૦૭ રન ફટકાર્યા હતા. છઠ્ઠા ક્રમે રમવા આવેલા માઇકલ બ્રેસવેલે ૨૫ બૉલમાં ૪ ફોર, ૬ સિક્સના સહારે ૬૫ રન કર્યા હતા.

ભારતના મયંક યાદવે ૪ ઓવરમાં ૪૮ રન આપીને ૩ વિકેટ લીધી હતી. અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, નીતીશ કુમાર રેડ્ડી અને પ્રિન્સ યાદવને એક-એક વિકેટ મળી હતી. ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર નીતીશે ૪ ઓવરમાં ૬૪ રન આપી દીધા હતા. ભારતીય બોલિંગ યુનિટે અંતિમ ૧૦ ઓવરમાં ૧૫૦ રન આપી દીધા હતા. 


ચેઝ દરમ્યાન ૫.૩ ઓવરમાં ૫૬ રને ભારતે પોતાના ચારેય ટૉપ બૅટર્સની વિકેટ ગુમાવી હતી. સંજુ સૅમસન બે બૉલમાં ૪ રન, અભિષેક શર્મા ૧૫ બૉલમાં ૨૭ રન, ઈશાન કિશન ૩ બૉલમાં ઝીરો અને કૅપ્ટન શ્રેયસ ઐયર ૧૧ બૉલમાં બાવીસ રન કરી શક્યો હતો.

વાઇસ-કૅપ્ટન તિલક વર્માએ ૩૫ બૉલમાં ૧ ફોર, ૩ સિક્સના સહારે ૩૫ રન કર્યા હતા. નમન ધીરે ૧૩ બૉલમાં બે ફોર, બે સિક્સ ફટકારીને ૨૮ રન કર્યા હતા. ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર જેકબ ડફીએ ૨૩ રન આપીને ૪ વિકેટ લીધી હતી. મૅથ્યુ ફિશર અને મિચલ સૅન્ટનરને બે-બે વિકેટ મળી હતી.

એક હરીફ સામે કૅલેન્ડર યરમાં ૨૦૦૦ રન કરનાર ત્રીજી ટીમ બની ન્યુ ઝીલૅન્ડ

ન્યુ ઝીલૅન્ડે ૨૦૨૬ના વર્ષમાં ભારત સામે ૨૦૧૨ ઇન્ટરનૅશનલ કરીને અનોખા લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. કંબોડિયા અને ભારત પછી ન્યુ ઝીલૅન્ડ એક કૅલેન્ડર યરમાં એક હરીફ સામે ૨૦૦૦ રન કરનાર ત્રીજી ટીમ બની છે. ૨૦૨૫માં કંબોડિયાએ ઇન્ડોનેશિયા સામે ૨૧૦૯ રન અને ભારતે ૨૦૨૬માં ન્યુ ઝીલૅન્ડ સામે ૨૦૭૫ રન કર્યા છે.

હરીફના ઘરઆંગણે સતત મૅચ જીતવાનો રેકૉર્ડ અટક્યો

૨૦૨૦થી ગઈ કાલની મૅચ પહેલાં સુધી ભારત ન્યુ ઝીલૅન્ડની ધરતી પર યજમાન ટીમ સામે સતત ૧૦ મૅચમાં અપરાજિત રહ્યું હતું. ફુલ મેમ્બર નેશનની ટીમ દ્વારા હરીફના ઘરઆંગણે ૧૦ મૅચ હારવાનો આ બીજો કિસ્સો હતો. પહેલા ક્રમે પણ ભારતીય ટીમ છે. ભારત ૨૦૧૬થી ૨૦૨૩ દરમ્યાન શ્રીલંકામાં શ્રીલંકન ટીમ સામે સતત ૧૧ ઇન્ટરનૅશનલ મૅચમાં અપરાજિત રહ્યું હતું.

અર્શદીપ સિંહે માત્ર ૧૫૭૭ દિવસમાં ૧૫૦ વિકેટ લીધી

૨૭ વર્ષના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પોતાની ૧૦૩મી T20 ઇન્ટરનૅશનલમાં ૧૫૦મી વિકેટ લીધી હતી. T20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સના લિસ્ટમાં અર્શદીપ હાલમાં ૧૦મા ક્રમે છે. જોકે તેણે ડેબ્યુ પછીના ૧૫૭૭ દિવસમાં સૌથી ઝડપી ૧૫૦ વિકેટ લઈને શ્રીલંકાના સ્પિનર વાનિન્દુ હસરંગાનો ૨૩૨૫ દિવસનો રેકૉર્ડ તોડ્યો.

ફાસ્ટ બોલર્સ વચ્ચે અર્શદીપ સિંહે સૌથી ઓછા ૨૧૪૩ બૉલમાં આ સિદ્ધિ મેળવી હતી. ઓવરઑલ સ્પિનર વાનિન્દુ હસરંગાએ ૨૦૩૫ બૉલમાં ૧૫૦ વિકેટ પૂરી કરી છે.

40: આટલી T20 વિકેટ એક કૅલેન્ડર યરમાં લેનાર ફુલ મેમ્બર નેશનનો પહેલો બોલર બન્યો અર્શદીપ સિંહ.

276: ભારત સામેની કોઈ પણ T20 સિરીઝમાં સૌથી વધુ આટલા રન કરનાર હરીફ ટીમનો બૅટર બન્યો ગ્લેન ફિલિપ્સ. વેસ્ટ ઇન્ડીઝના શાઇ હોપનો આ વર્ષનો જ ૨૬૧ રનનો રેકૉર્ડ તોડ્યો.

10: ન્યુ ઝીલૅન્ડ માટે T20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ આટલા પ્લેયર ઑફ ધ મૅચ  અવૉર્ડ જીતવાના મામલે માર્ટિન ગપ્ટિલની બરાબરી કરી ગ્લેન ફિલિપ્સે

 

Whatsapp-channel Whatsapp-channel

31 October, 2026 09:07 AM IST | Auckland | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK