Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રાવલપિંડી ટેસ્ટ-મૅચના ચોથા દિવસે માત્ર ૩૬.૪ ઓવરની રમત રમાઈ

રાવલપિંડી ટેસ્ટ-મૅચના ચોથા દિવસે માત્ર ૩૬.૪ ઓવરની રમત રમાઈ

Published : 13 November, 2026 09:29 AM | Modified : 13 November, 2026 09:57 AM | IST | Rawalpindi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૪૨ રનમાં અંતિમ ૬ વિકેટ ગુમાવીને ૪૪૬ રનમાં ઑલઆઉટ થયું શ્રીલંકા.

પાકિસ્તાન માટે પહેલી જ મૅચ રમનાર ફાસ્ટ બોલર સાકિબ ખાને ૭ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો

પાકિસ્તાન માટે પહેલી જ મૅચ રમનાર ફાસ્ટ બોલર સાકિબ ખાને ૭ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો


પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની પહેલી ટેસ્ટ-મૅચનો આજે નિર્ણાયક દિવસ છે. ગઈ કાલે ચોથા દિવસે વરસાદ અને ખરાબ પ્રકાશને કારણે ૩૬.૪ ઓવરની જ રમત રમી શકાઈ હતી. પહેલી ઇનિંગ્સમાં પાકિસ્તાનના ૪૩૪-૯ના સ્કોર સામે શ્રીલંકા ૧૧૭.૨ ઓવર રમીને ૪૪૬ રન પર ઑલઆઉટ થયું હતું. દિવસના અંત સુધીમાં પાકિસ્તાને બીજી ઇનિંગ્સમાં ૨૧.૨ ઓવરમાં ૫૭-૧નો સ્કોર કરીને ૪૫ રનની લીડ મેળવી હતી.

શ્રીલંકાએ ગઈ કાલે ૪૦૪-૪ના સ્કોરથી પહેલી ઇનિંગ્સ આગળ વધારી હતી. દિવસની શરૂઆતથી જ શ્રીલંકાની બૅટિંગ લાઇનઅપે સંતુલન ગુમાવ્યું હતું. પાકિસ્તાને ૪૨ રનની અંદર બાકીની ૬ વિકેટ ઝડપી લીધી હતી. પાંચમી વિકેટની ભાગીદારી ૨૪૯ રનથી આગળ વધી નહોતી. ધનંજય ડી સિલ્વાની ઇનિંગ્સ ૧૬૭ રને અને કૅપ્ટન્સી-ડેબ્યુ પર સદી ફટકારનાર કુસલ મેન્ડિસની ઇનિંગ્સ ૧૧૯ રને સમાપ્ત થઈ હતી.



પાકિસ્તાન તરફથી પહેલી જ વખત રમનાર ફાસ્ટ બોલર સાકિબ ખાને ૩૪ ઓવરમાં ૧૩૦ રન આપીને ૭ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર્સ મોહમ્મદ અબ્બાસને બે વિકેટ અને રઝાઉલ્લાહને એક વિકેટ મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

13 November, 2026 09:57 AM IST | Rawalpindi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK