Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સુપર 8ની પહેલી મૅચ વરસાદમાં ધોવાઈ ગઈ, ન્યુ ઝીલૅન્ડ-પાકિસ્તાનને એક-એક પૉઇન્ટ મળ્યા

સુપર 8ની પહેલી મૅચ વરસાદમાં ધોવાઈ ગઈ, ન્યુ ઝીલૅન્ડ-પાકિસ્તાનને એક-એક પૉઇન્ટ મળ્યા

Published : 22 February, 2026 10:09 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે કોલંબોમાં વરસાદને કારણે રમત શરૂ નહોતી થઈ રહી ત્યારે પાકિસ્તાની ખેલાડીઓએ ડ્રેસિંગ રૂમમાં બેસી રહેવું પડ્યું હતું અને મૅચ જોવા આવેલા લોકો પણ બેબાકળા જોવા મળ્યા હતા. વર્તમાન વર્લ્ડ કપમાં બીજી વખત કોઈ મૅચ વરસાદને કારણે રદ રહી છે.

વરસાદ રાતે ૯ વાગ્યા સુધી ન રોકાતાં મૅચ રદ કરવી પડી.

વરસાદ રાતે ૯ વાગ્યા સુધી ન રોકાતાં મૅચ રદ કરવી પડી.


ગઈ કાલે શ્રીલંકાના કોલંબોમાં મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 રાઉન્ડના રોમાંચ પર શરૂઆતમાં જ પાણી ફરી મળ્યું હતું. પાકિસ્તાને ન્યુ ઝીલૅન્ડ સામે ટૉસ જીતીને પહેલી બૅટિંગ પસંદ કરી હતી. જોકે સાંજે લગભગ ૭ વાગ્યાથી શરૂ થયેલો વરસાદ રાતે ૯ વાગ્યા સુધી ન રોકાતાં મૅચ રદ કરવાની ફરજ પડી હતી. બન્ને વચ્ચે T20માં ગઈ કાલે પચાસમી મૅચ રમાઈ રહી હતી.


ગઈ કાલે કોલંબોમાં વરસાદને કારણે રમત શરૂ નહોતી થઈ રહી ત્યારે પાકિસ્તાની ખેલાડીઓએ ડ્રેસિંગ રૂમમાં બેસી રહેવું પડ્યું હતું અને મૅચ જોવા આવેલા લોકો પણ બેબાકળા જોવા મળ્યા હતા.



ગઈ કાલે કોલંબોમાં વરસાદને કારણે રમત શરૂ નહોતી થઈ રહી ત્યારે પાકિસ્તાની ખેલાડીઓએ ડ્રેસિંગ રૂમમાં બેસી રહેવું પડ્યું હતું અને મૅચ જોવા આવેલા લોકો પણ બેબાકળા જોવા મળ્યા હતા. વર્તમાન વર્લ્ડ કપમાં બીજી વખત કોઈ મૅચ વરસાદને કારણે રદ રહી છે. અગાઉ શ્રીલંકાના પલેકેલેમાં ઝિમ્બાબ્વે અને આયરલૅન્ડની ગ્રુપ-સ્ટેજ મૅચમાં વરસાદ પડતાં મૅચ થઈ શકી નહોતી. મૅચ રદ થતાં સુપર 8ના ગ્રુપ ટૂની આ બન્ને ટીમને એક-એક પૉઇન્ટ મળ્યા છે. બન્ને ટીમને સેમી-ફાઇનલ માટે પોતાનું સ્થાન મજબૂત કરવા પોતાની શ્રીલંકા અને ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં જીત નોંધાવવી પડશે. ગ્રુપ ટૂની તમામ મૅચ શ્રીલંકામાં રમાવાની છે. જો આગામી મૅચમાં પણ આવો જ હાલ રહ્યો તો તમામ ટીમોનાં સમીકરણોમાં મોટો ઊલટફેર થશે.


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2026 10:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK