Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાકિસ્તાન સામે ૧૩૪ રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા પછી શ્રીલંકન ટીમે ૩૦૦ રન કરીને શાનદાર કમબૅક કર્યું

પાકિસ્તાન સામે ૧૩૪ રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા પછી શ્રીલંકન ટીમે ૩૦૦ રન કરીને શાનદાર કમબૅક કર્યું

Published : 20 November, 2026 09:59 AM | Modified : 20 November, 2026 10:12 AM | IST | Rawalpindi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે બીજી ઇનિંગ્સમાં ૩૦૯-૯નો સ્કોર કરીને મહેમાન ટીમે હજી માત્ર ૮૨ રનની જ લીડ મેળવી છે.

મિલન રત્નાયકેએ આઠમા ક્રમે બૅટિંગ કરીને ૬૦ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી

મિલન રત્નાયકેએ આઠમા ક્રમે બૅટિંગ કરીને ૬૦ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી


રાવલપિંડીમાં આયોજિત બે ટેસ્ટ-મૅચની સિરીઝની નિર્ણાયક મૅચમાં પાકિસ્તાને પોતાની પકડ મજબૂત રાખી છે. જોકે શ્રીલંકન ટીમ પણ જબરદસ્ત ફાઇટ આપી રહી છે. પહેલી ઇનિંગ્સમાં ૯૮ રને ઑલઆઉટ થયેલી શ્રીલંકન ટીમે બીજી ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસના અંતે ૯૩ ઓવરમાં ૩૦૯-૯નો સ્કોર કર્યો હતો. બીજી ઇનિંગ્સમાં શાનદાર કમબૅક છતાં ટીમ પાસે હાલમાં માત્ર ૮૨ રનની જ લીડ છે. પહેલી ઇનિંગ્સમાં ૩૨૫-૧૦નો સ્કોર કરનાર પાકિસ્તાન આજે જ મૅચ સમાપ્ત કરવાના ઇરાદા સાથે મેદાન પર ઊતરશે.

૭૪-૩ના સ્કોરથી ત્રીજા દિવસની શરૂઆત કરનાર શ્રીલંકન ટીમે બીજી ઇનિંગ્સમાં ૩૮.૩  ઓવરમાં ૧૩૪ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. કૅપ્ટન કુસલ મેન્ડિસે ૧૨૬ બૉલમાં ૫૩ રન અને સોનલ દિનુશાએ ૧૧૯ બૉલમાં ૫૪ રન કર્યા હતા.



આઠમા ક્રમે રમવા આવેલા ફાસ્ટ બોલર મિલન રત્નાયકેએ ૮૨ બૉલમાં ૧૧ ફોરની મદદથી અણનમ ૬૦ રન કરીને પાકિસ્તાની બોલર્સને અકળાવ્યા હતા. પાકિસ્તાનના ફાસ્ટ બોલર આમિર જમાલે સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર સાકિબ ખાન બીજી ઇનિંગ્સમાં ૮ બૉલ ફેંક્યા પછી હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે બાકીના બે દિવસની રમતમાંથી પણ બહાર થઈ ગયો છે.


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2026 10:12 AM IST | Rawalpindi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK