બન્ને ટીમ વચ્ચે ૧૧૭ વન-ડે મૅચ રમાઈ છે જેમાંથી પાકિસ્તાને ૬૧ મૅચ અને ન્યુ ઝીલૅન્ડે બાવન મૅચ જીતી છે
પાકિસ્તાની ટીમના કૅપ્ટન મોહમ્મદ રિઝવાન અને ન્યુ ઝીલૅન્ડની ટીમના કૅપ્ટન મિચલ સૅન્ટનરે ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું.
ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની તૈયારી માટે પાકિસ્તાનમાં ૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલી ત્રિકોણીય સિરીઝની આજે ફાઇનલ મૅચ છે. સતત બે મૅચ જીતનારા ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકાને પછાડીને ફાઇનલમાં આવેલા પાકિસ્તાન વચ્ચે ખરાખરીનો જંગ જામશે. ભારતીય સમય અનુસાર બપોરે ૨.૩૦ વાગ્યાથી કરાચીમાં રમાનારી મૅચનો રોમાંચ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર માણી શકાશે.
૧૯ ફેબ્રુઆરીએ આ બન્ને ટીમો વચ્ચેની ટક્કરથી જ ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની શરૂઆત થશે. બન્ને ટીમ વચ્ચે ૧૧૭ વન-ડે મૅચ રમાઈ છે જેમાંથી પાકિસ્તાને ૬૧ મૅચ અને ન્યુ ઝીલૅન્ડે બાવન મૅચ જીતી છે. ત્રણ મૅચ નો-રિઝલ્ટ અને એક મૅચ ટાઇ રહી હતી. આ સિરીઝની ટ્રોફી જીતીને બન્ને ટીમ મોટી ટુર્નામેન્ટ માટે પોતાનો લય જાળવી રાખવા પ્રયાસ કરશે.

