Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શ્રીલંકાના નુવાન તુષારાના રિપ્લેસમેન્ટની જાહેરાત બૅન્ગલોરે છેક હવે કરી

શ્રીલંકાના નુવાન તુષારાના રિપ્લેસમેન્ટની જાહેરાત બૅન્ગલોરે છેક હવે કરી

Published : 16 May, 2026 05:54 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

PL 2026ની શરૂઆતથી શ્રીલંકન ક્રિકેટ બોર્ડ સાથેની તકરારને કારણે ફાસ્ટ બોલર નુવાન તુષારા ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સાથે જોડાઈ શક્યો નહોતો.

રિચર્ડ ગ્લીસન

રિચર્ડ ગ્લીસન


IPL 2026ની શરૂઆતથી શ્રીલંકન ક્રિકેટ બોર્ડ સાથેની તકરારને કારણે ફાસ્ટ બોલર નુવાન તુષારા ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સાથે જોડાઈ શક્યો નહોતો. બૅન્ગલોરે છેક 
લીગ-સ્ટેજના અંતિમ તબક્કામાં ૧.૬૦ કરોડ રૂપિયાની કિંમત ધરાવતા નુવાન તુષારાના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે.

બૅન્ગલોરે રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે ઇંગ્લિશ ફાસ્ટ બોલર રિચર્ડ ગ્લીસનને ટીમમાં ૧.૬૦ કરોડ રૂપિયામાં સામેલ કર્યો છે. ૩૮ વર્ષનો આ ફાસ્ટ બોલર ઇંગ્લૅન્ડ માટે ૨૦૨૨માં ૬ T20 મૅચ રમ્યો હતો અને તેણે ૯ વિકેટ લીધી હતી. તે ૨૦૨૪માં ચેન્નઈ માટે બે મૅચ અને ૨૦૨૫માં મુંબઈ માટે ૧ મૅચ રમ્યો હતો. બન્ને ટીમ માટે તેણે એક-એક વિકેટ લીધી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2026 05:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK