મૂંઝવણમાં મુકાયેલા ચાહકોએ પછીથી છુપાયેલા સંદેશને ડીકોડ કર્યો
આવો ફોટો જોઈને ક્રિકેટ-ફૅન્સ લાંબા સમય સુધી મૂંઝવણમાં હતા
ભારતના ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને ગઈ કાલે શૅર કરેલા એક ફોટોએ સોશ્યલ મીડિયા પર ભારે ધૂમ મચાવી હતી. તેણે સોશ્યલ મીડિયા પર બૉલીવુડ ઍક્ટર સની લીઓની અને ચેન્નઈની એક શેરીનો ફોટો શૅર કરીને કૅપ્શનમાં આંખની ઇમોજી મૂકી હતી.
આવો ફોટો જોઈને ક્રિકેટ-ફૅન્સ લાંબા સમય સુધી મૂંઝવણમાં હતા, પરંતુ પછીથી એમાં છુપાયેલા સંદેશને ડીકોડ કર્યો હતો. ઘણા લોકોએ દાવો કર્યો હતો કે તે તામિલનાડુના ક્રિકેટર સની સંધુનો ઉલ્લેખ કરી રહ્યો હતો. રસપ્રદ વાત એ છે કે સંધુનો અર્થ તામિલમાં શેરી અથવા રસ્તો થાય છે.
ADVERTISEMENT
IPL ઑક્શનમાં બાવીસ વર્ષના સની સંધુને શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યો છે. તે એક ઑલરાઉન્ડર છે જે મીડિયમ ફાસ્ટ બોલિંગ પણ કરે છે. તેણે ઑક્શન માટે ૩૦ લાખ રૂપિયાની બેઝ-પ્રાઇસ લખાવી છે.


