Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વર્તમાન રણજી સીઝનમાં મુંબઈકર સિદ્ધેશ લાડે પાંચમી સદી ફટકારી

વર્તમાન રણજી સીઝનમાં મુંબઈકર સિદ્ધેશ લાડે પાંચમી સદી ફટકારી

Published : 31 January, 2026 06:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રણજી ટ્રોફી ૨૦૨૫-’૨૬ના અંતિમ રાઉન્ડની મૅચના બીજા દિવસે મુંબઈએ દિલ્હી સામે ૪૫ રનની લીડ મેળવી છે. પહેલી ઇનિંગ્સમાં દિલ્હીના ૨૨૧-૧૦ના સ્કોર સામે ગઈ કાલે મુંબઈએ ૭૬.૪ ઓવરની રમતમાં ૨૬૬-૫નો સ્કોર કર્યો હતો. 

સિદ્ધેશ લાડે

સિદ્ધેશ લાડે


રણજી ટ્રોફી ૨૦૨૫-’૨૬ના અંતિમ રાઉન્ડની મૅચના બીજા દિવસે મુંબઈએ દિલ્હી સામે ૪૫ રનની લીડ મેળવી છે. પહેલી ઇનિંગ્સમાં દિલ્હીના ૨૨૧-૧૦ના સ્કોર સામે ગઈ કાલે મુંબઈએ ૭૬.૪ ઓવરની રમતમાં ૨૬૬-૫નો સ્કોર કર્યો હતો. 
બીજા દિવસની રમતમાં મુંબઈએ બાવીસ ઓવરમાં ૪૪ રનના સ્કોર પર ૩ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી મુશીર ખાન અને ઇન-ચાર્જ કૅપ્ટન સિદ્ધેશ લાડે ટીમની ઇનિંગ્સ સંભાળી હતી. મુશીર ખાને ૧૧૪ બૉલમાં ૫૭ રન ફટકાર્યા હતા. પાંચમા ક્રમે રમીને સિદ્ધેશ લાડે ૧૭૮ બૉલમાં ૧૨ ફોરની મદદથી ૧૦૨ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. વર્તમાન રણજી સીઝનમાં સિદ્ધેશ લાડની આ પાંચમી સદી છે. વર્તમાન સીઝનમાં કોઈ પણ બૅટર દ્વારા ફટકારવામાં આવેલી આ સૌથી વધુ સદી છે. 


Whatsapp-channel Whatsapp-channel

31 January, 2026 06:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK