Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > RCB સાથે નહીં જોડાય યશ દયાલ, પણ કરાર હેઠળ રહેશે

RCB સાથે નહીં જોડાય યશ દયાલ, પણ કરાર હેઠળ રહેશે

Published : 25 March, 2026 03:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશનો ૨૮ વર્ષનો ફાસ્ટ બોલર યશ દયાલ જાતીય સતામણી સંબંધિત કાનૂની આરોપોનો સામનો કરી કરી રહ્યો છે. વર્ષ ૨૦૨૫ની ત્રીજી જૂને IPL ફાઇનલ જીત્યા બાદ તે મેદાન પર કોઈ મૅચ રમી શક્યો નથી.

RCB સાથે નહીં જોડાય યશ દયાલ, પણ કરાર હેઠળ રહેશે

RCB સાથે નહીં જોડાય યશ દયાલ, પણ કરાર હેઠળ રહેશે


ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)એ IPLની શરૂઆત પહેલાં ફાસ્ટ બોલર યશ દયાલની ભાગીદારી વિશે સ્પષ્ટતા કરી છે. એક પ્રેસ કૉન્ફરન્સમાં ટીમ-મૅનેજમેન્ટે કહ્યું કે ‘યશ દયાલ વ્યક્તિગત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. એના કારણે તેનું ટીમમાં જોડાવું ટીમના હિતમાં નથી. તે આ સીઝનમાં ટીમ સાથે ઉપલબ્ધ રહેશે નહીં.’ 
ઉત્તર પ્રદેશનો ૨૮ વર્ષનો ફાસ્ટ બોલર યશ દયાલ જાતીય સતામણી સંબંધિત કાનૂની આરોપોનો સામનો કરી કરી રહ્યો છે. વર્ષ ૨૦૨૫ની ત્રીજી જૂને IPL ફાઇનલ જીત્યા બાદ તે મેદાન પર કોઈ મૅચ રમી શક્યો નથી. યુપી T20 લીગમાં પણ તેની ભાગીદારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેણે હાલમાં કન્ટેન્ટ ક્રીએટર શ્વેતા પુંડિર સાથે ગુપચુપ લગ્ન કરી લીધાં હતાં. 
IPL 2022 અને 2023ની સીઝનમાં યશ દયાલે ગુજરાત ટાઇટન્સ માટે ૧૪ મૅચમાં ૧૩ વિકેટ લીધી હતી. IPL 2024 અને 2025માં ૧૯ મૅચમાં તેણે બૅન્ગલોર માટે ૨૮ વિકેટ ઝડપી હતી.  ગુજરાત માટે એક સીઝનમાં રમવા તેને ૩.૨ કરોડ રૂપિયા મળ્યા હતા. ૨૦૨૪થી બૅન્ગલોર માટે રમીને તે દરેક સીઝન માટે પાંચ કરોડ રૂપિયા કમાઈ રહ્યો છે. આ એ જ યશ દલાલ છે જેને ૨૦૨૪માં રિન્કુ સિંહે એક ઓવરમાં પાંચ સિક્સ ફટકારી હતી.


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2026 03:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK