SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા) દેશોમાં સૌથી વધુ ટેસ્ટ-સિક્સ ફટકારનાર વિકેટકીપર બનવાની સાથે SENA દેશોમાં ૨૦૦૦ ટેસ્ટ-રન કરનાર પહેલો એશિયન વિકેટકીપર પણ બન્યો છે.
ચોથા દિવસની રમત દરમ્યાન બે વાર રિષભ પંતના હાથમાંથી બૅટ છૂટ્યું હતું.
ભારતીય વિકેટકીપર-બૅટર રિષભ પંતે હરીફ ટીમના દેશમાં હાઇએસ્ટ ટેસ્ટ-સિક્સ ફટકારવાનો રેકૉર્ડ કર્યો છે. તેણે ઇંગ્લૅન્ડમાં ૨૪ ટેસ્ટ-સિક્સ ફટકારીને ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટોક્સનો સાઉથ આફ્રિકામાં ૨૧ સિક્સ મારવાનો રેકૉર્ડ તોડ્યો હતો. તે SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા) દેશોમાં સૌથી વધુ ટેસ્ટ-સિક્સ ફટકારનાર વિકેટકીપર બનવાની સાથે SENA દેશોમાં ૨૦૦૦ ટેસ્ટ-રન કરનાર પહેલો એશિયન વિકેટકીપર પણ બન્યો છે.

