બુધવારે લખનઉ તરફથી પહેલી જ મૅચમાં કૅપ્ટન રિષભ પંતે રેગ્યુલર ઓપનર મિચલ માર્શ સાથે ઓપનિંગ કરવા ઊતરીને સૌને ચોંકાવી દીધા હતા. જોકે ૯ બૉલમાં ૭ રન કરીને તે નૉન-સ્ટ્રાઇકર એન્ડ પર ખરાબ રીતે રનઆઉટ થયો હતો.
રિષભ પંત
બુધવારે લખનઉ તરફથી પહેલી જ મૅચમાં કૅપ્ટન રિષભ પંતે રેગ્યુલર ઓપનર મિચલ માર્શ સાથે ઓપનિંગ કરવા ઊતરીને સૌને ચોંકાવી દીધા હતા. જોકે ૯ બૉલમાં ૭ રન કરીને તે નૉન-સ્ટ્રાઇકર એન્ડ પર ખરાબ રીતે રનઆઉટ થયો હતો. તેણે એઇડન માર્કરમ અને મિચલ માર્શની એક સફળ ઓપનિંગ જોડીને તોડી હતી. આ જોડીએ છેલ્લી સીઝનમાં ૧૪૮.૮૨ના સ્ટ્રાઇક-રેટથી ૪૪૫ રન બનાવ્યા હતા. સામાન્ય રીતે મિડલ-ઑર્ડરમાં બૅટિંગ કરતો રિષભ પંત આખી સીઝનમાં ઓપનિંગ કરશે કે નહીં એનો જવાબ આપતાં તેણે કહ્યું હતું કે તમે મને ટૉપ-ઑર્ડરમાં જ જોશો, જોકે ઓપનિંગ કરતા રહેવાના ચાન્સ ૫૦-૫૦ ટકા છે.
હું રિષભ પંતને બે હાથ જોડીને વિનંતી કરું છું કે દરેક મૅચમાં ઓપનિંગ કર. પાવરપ્લેમાં મુક્તપણે રમતો રહે. પાવરપ્લેમાં તને રોકવા બોલર્સ પાસે ઓછી રણનીતિ હોય છે.
- રવિચન્દ્રન અશ્વિન
