સાઉથ આફ્રિકાના રેગ્યુલર કૅપ્ટન ટેમ્બા બવુમાની જેમ રિષભ પંત પણ આ સિરીઝમાં રમીને સિનિયર ટીમની ટેસ્ટ-સિરીઝ માટે પોતાની જાતને તૈયાર કરશે. સાઈ સુદર્શનને આ સિરીઝમાં વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો છે.
ઇંગ્લૅન્ડની ટૂર પર ઇન્જર્ડ થયેલો રિષભ પંત થઈ ગયો ફિટ
ભારતીય ક્રિકેટ બોર્ડે ૩૦ ઑક્ટોબરથી ૯ નવેમ્બર દરમ્યાન રમાનારી સાઉથ આફ્રિકા A ટીમ સામેની રેડ બૉલ સિરીઝ માટે સ્ક્વૉડની જાહેરાત કરી હતી. બે ૪ દિવસીય મૅચ માટે સ્ટાર વિકેટકીપર-બૅટર રિષભ પંતને ઇન્ડિયા-A ટીમનો કૅપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. જુલાઈમાં ઇંગ્લૅન્ડ સામે મૅન્ચેસ્ટર ટેસ્ટમાં રિષભ પંતને જમણા પગના અંગૂઠામાં ઇન્જરી થઈ હતી. ત્યાર બાદ તેણે એશિયા કપ, વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ-સિરીઝ અને ઑસ્ટ્રેલિયાની ટૂરમાં સામેલ થવાની તક ગુમાવી હતી.
સાઉથ આફ્રિકાના રેગ્યુલર કૅપ્ટન ટેમ્બા બવુમાની જેમ રિષભ પંત પણ આ સિરીઝમાં રમીને સિનિયર ટીમની ટેસ્ટ-સિરીઝ માટે પોતાની જાતને તૈયાર કરશે. સાઈ સુદર્શનને આ સિરીઝમાં વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. ટૉપ ઑર્ડર બૅટર દેવદત્ત પડિક્કલ બન્ને મૅચની સ્ક્વૉડનો ભાગ છે.
ADVERTISEMENT
પહેલી મૅચમાં આયુષ મ્હાત્રે, નારાયણ જગદીસન, રજત પાટીદાર અને અંશુલ કંબોજ જેવી યંગ ટૅલન્ટને સ્થાન મળ્યું છે; જ્યારે બીજી મૅચમાં કે. એલ. રાહુલ, ધ્રુવ જુરેલ, ઋતુરાજ ગાયકવાડ, ખલીલ અહમદ, અભિમન્યુ ઈશ્વરન, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ જેવા સ્ટાર પ્લેયર્સ રમતા જોવા મળશે.

