Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બૅટ ઉડાડવાની આદત નથી છૂટી રહી રિષભ પંતની

બૅટ ઉડાડવાની આદત નથી છૂટી રહી રિષભ પંતની

Published : 31 March, 2026 02:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPL ઇતિહાસનો ૨૭  કરોડ રૂપિયાનો સૌથી મોંઘો પ્લેયર રિષભ પંત આવતી કાલે દિલ્હી કૅપિટલ્સ સાથે લખનઉ સુપર જાયન્ટ્સ માટે નવા અભિયાનની શરૂઆત કરશે. ગઈ સીઝનની નિષ્ફળતાને ભૂલીને આગળ વધવા માટે રિષભ પંત નેટમાં જબરદસ્ત પ્રૅક્ટિસ કરી રહ્યો છે. 

બૅટ ઉડાડવાની આદત નથી છૂટી રહી રિષભ પંતની

બૅટ ઉડાડવાની આદત નથી છૂટી રહી રિષભ પંતની

IPL ઇતિહાસનો ૨૭  કરોડ રૂપિયાનો સૌથી મોંઘો પ્લેયર રિષભ પંત આવતી કાલે દિલ્હી કૅપિટલ્સ સાથે લખનઉ સુપર જાયન્ટ્સ માટે નવા અભિયાનની શરૂઆત કરશે. ગઈ સીઝનની નિષ્ફળતાને ભૂલીને આગળ વધવા માટે રિષભ પંત નેટમાં જબરદસ્ત પ્રૅક્ટિસ કરી રહ્યો છે. 
લખનઉ સુપર જાયન્ટ્સના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર રિષભ પંતનો એક રમૂજી વિડિયો સામે આવ્યો છે. અતરંગી શૉર્ટ ફટકારવાના ચક્કરમાં એના હાથમાંથી બૅટ છૂટી ગઈ હતી અને નેટમાં ઉપરના ભાગમાં ફસાઈ ગઈ હતી. જોકે થોડા જ વખતમાં બૅટ રિષભ પંતના હાથ પાસે પડી હતી. ભૂતકાળમાં ક્રિકેટના મેદાન પર રિષભ પંતના હાથમાંથી છૂટીને એની બૅટ ઘણીવાર હવાઈયાત્રા કરી ચૂકી છે.

Whatsapp-channel Whatsapp-channel

31 March, 2026 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK