ત્રણ મહિનામાં ૧૦ કિલો વજન ઘટાડવા માટે રોહિત શર્માએ બૉડી-બિલ્ડરની જેમ ટ્રેઇનિંગ લઈ વડાપાંઉ પણ છોડ્યાં : અભિષેક નાયર
રોહિત શર્માએ બૉડી-બિલ્ડરની જેમ ટ્રેઇનિંગ લઈ વડાપાંઉ પણ છોડ્યાં : અભિષેક નાયર
ગઈ કાલે પર્થમાં આયોજિત વન-ડે મૅચમાં કૉમેન્ટરી-પૅનલની ચર્ચા દરમ્યાન અભિષેક નાયરે સ્ટાર બૅટર રોહિત શર્માના ફિટનેસ-રૂટીન વિશે મોટો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘મને પણ અપેક્ષા નહોતી કે તે ૧૦ કિલો વજન ઘટાડશે. અમે કોઈ પણ બ્રેક વગર ત્રણ મહિના ટ્રેઇનિંગ કરી હતી. પહેલાં પાંચ અઠવાડિયાં સુધી તે બૉડી-બિલ્ડરની માનસિકતા સાથે તાલીમ લઈ રહ્યો હતો અને સંપૂર્ણપણે પાતળા થવાનો પ્રયાસ કરી રહ્યો હતો.’
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને રોહિતના પર્સનલ ટ્રેઇનર અભિષેકે વધુમાં કહ્યું હતું કે ‘તે શરીરના દરેક ભાગ માટે ૭૦૦-૮૦૦ રેપ્સ કરી રહ્યો હતો. તે દરેક ટ્રેઇનિંગ-સેશનના અંતે ૧૫-૨૦ મિનિટ કાર્ડિયો અને મૂવમેન્ટ આધારિત કસરત કરતો હતો. અને એ અઠવાડિયામાં છ દિવસ, દિવસમાં ત્રણ કલાક, ત્રણ મહિના સુધી દરરોજ હતું. તેની ખાવાની આદતો પણ બદલવી પડી હતી. તેણે વડાપાંઉ છોડીને પોતાની પ્રતિબદ્ધતા બતાવી હતી.’

