રોહિત તેના વર્તનથી નિરાશ દેખાયો
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
રોહિત શર્મા ઍન્ડ ફૅમિલી હાલમાં જામનગરથી મુંબઈના પ્રાઇવેટ ઍરપોર્ટ પર પાછી ફરી ત્યારે એક વિચિત્ર ઘટના બની હતી. ઍરપોર્ટ બહાર ઉપસ્થિત યંગ ફૅન્સને ફોટો આપી અભિવાદન ઝીલવા માટે રોહિત શર્માએ પોતાની કારની વિન્ડો ખોલી હતી. જોકે એક ટેણિયા ફૅને પોતાના બન્ને હાથથી રોહિતનો એક હાથ પકડી લીધો હતો. રોહિત તેના વર્તનથી નિરાશ દેખાયો અને કારની બારી બંધ કરતાં પહેલાં તેને ગુસ્સામાં ચેતવણી આપી હતી. કારની અંદર રોહિતની બાજુમાં બેઠેલી તેની પત્ની રિતિકા સજદેહ પણ આ ઘટનાથી ચોંકી ઊઠી હતી.


