સિડનીમાં ભારતના કૉન્સ્યુલેટ જનરલ દ્વારા આયોજિત એક સમારોહમાં ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર શેન વૉટ્સને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ભારતને પોતાનું બીજું ઘર ગણાવીને શેન વૉટ્સને ભારતમાં વધુ આત્મીયતાની લાગણી અનુભવવાનો ઉલ્લેખ પણ કર્યો.
ઑસ્ટ્રેલિયાની સરખામણીમાં ભારતમાં વધુ આત્મીયતા અને સમર્થનનો અનુભવ થયો છે : શેન વૉટ્સન
સિડનીમાં ભારતના કૉન્સ્યુલેટ જનરલ દ્વારા આયોજિત એક સમારોહમાં ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર શેન વૉટ્સને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ભારતને પોતાનું બીજું ઘર ગણાવીને શેન વૉટ્સને ભારતમાં વધુ આત્મીયતાની લાગણી અનુભવવાનો ઉલ્લેખ પણ કર્યો.
શેન વૉટ્સન કહે છે, ‘ભારત મારા માટે બીજા ઘર જેવું લાગે છે. રસપ્રદ વાત એ છે કે ઑસ્ટ્રેલિયા કરતાં ભારતમાં મેં વધુ આત્મીયતા અને સમર્થનનો અનુભવ કર્યો છે. IPL 2008થી મારું ભારત સાથેનું જોડાણ મજબૂત બન્યું. ભારતમાં મને મારા કામ પ્રત્યે હંમેશાં સમર્થન અને પ્રશંસા મળ્યાં છે. ઑસ્ટ્રેલિયામાં ખરાબ પ્રદર્શન દરમ્યાન લોકો થોડા વધુ ટીકાત્મક બનવાનું વલણ ધરાવતા હતા.’