ધવનનાં પહેલાં લગ્ન આયેશા મુખરજી સાથે થયાં હતાં
શિખર ધવનગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે
ભારતનો ભૂતપૂર્વ ઓપનર શિખર ધવન બીજાં લગ્ન કરવાની તૈયારીમાં છે. અહેવાલ અનુસાર શિખર ધવન ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં તેની ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે લગ્ન કરશે. ચૅમ્પિયન્સ ટ્રોફી 2025થી ચર્ચામાં આવેલું આ કપલ દિલ્હીમાં લગ્ન કરી શકે છે.
ધવનનાં પહેલાં લગ્ન આયેશા મુખરજી સાથે થયાં હતાં. ૨૦૨૩માં ડિવૉર્સ બાદ આયેશા મુખરજી શિખરથી જન્મેલા દીકરા ઝોરાવરને પોતાના વતન ઑસ્ટ્રેલિયા લઈ ગઈ હતી. વર્ષોથી શિખર ધવન પોતાના દીકરાને મળ્યો નથી અને ફોન પર વાત પણ નથી કરી શક્યો.


