દિલ્હી ખેલ મહાકુંભની પ્રથમ આવૃત્તિ ૧૩ ફેબ્રુઆરીથી રાજધાનીનાં ૧૬ સ્થળોએ યોજાશે
શિખર ધવન
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવનને તેના રાજ્યના પ્રથમ ખેલ મહાકુંભનો બ્રૅન્ડ ઍમ્બૅસૅડર નિયુક્ત કરવામાં આવ્યો છે. દિલ્હી ખેલ મહાકુંભનો ઉદ્દેશ પાયાના સ્તરે રમતગમતમાં ભાગીદારીને મજબૂત બનાવવા અને દેશની રાજધાનીમાંથી પ્રતિભાઓની ઓળખ કરવાનો છે.
દિલ્હી ખેલ મહાકુંભની પ્રથમ આવૃત્તિ ૧૩ ફેબ્રુઆરીથી રાજધાનીનાં ૧૬ સ્થળોએ યોજાશે. દિલ્હીના તમામ ૧૨ જિલ્લાઓના હજારો યુવા રમતવીરો બાસ્કેટબૉલ, ફુટબૉલ, ઍથ્લેટિક્સ, કબડ્ડી, કુસ્તી, સ્ક્વૉશ અને વૉલીબૉલમાં ભાગ લેશે. હાલમાં ગોવામાં ૪૦ વર્ષના શિખર ધવનની આગેવાનીમાં ગોવામાં વર્લ્ડ લેજન્ડ્સ પ્રો T20 લીગમાં દુબઈ રૉયલ્સની ટીમ વિજેતા બની હતી.


