Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શુભમન ગિલના પપ્પાએ કરી દીકરાની સદીની ઉજવણી દિવંગત સિદ્ધુ મૂસેવાલાની સ્ટાઇલમાં

શુભમન ગિલના પપ્પાએ કરી દીકરાની સદીની ઉજવણી દિવંગત સિદ્ધુ મૂસેવાલાની સ્ટાઇલમાં

Published : 31 May, 2026 08:02 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૯ મેએ દિવંગત પંજાબી સિંગર અને રૅપર સિદ્ધુ મૂસેવાલાની ચોથી પુણ્યતિથિ હતી. સિદ્ધુ મૂસેવાલા પણ થાઇ-સ્લૅમ સેલિબ્રેશન માટે જાણીતો હતો.

ગઈ કાલે મુલ્લાંપુરમાં મૅચ બાદ પપ્પા અને મમ્મી સાથે શુભમન ગિલ, શુભમન ગિલની સદીની ઉજવણી તેના પપ્પાએ આ રીતે કરી હતી.

ગઈ કાલે મુલ્લાંપુરમાં મૅચ બાદ પપ્પા અને મમ્મી સાથે શુભમન ગિલ, શુભમન ગિલની સદીની ઉજવણી તેના પપ્પાએ આ રીતે કરી હતી.


શુક્રવારે મુલ્લાંપુરમાં ૫૩ બૉલમાં ૧૦૪ રન કરીને શુભમન ગિલ IPL પ્લેઑફમાં સદી ફટકારનાર પહેલો કૅપ્ટન બન્યો હતો. શુભમન ગિલ પ્લેઑફમાં ફાસ્ટેસ્ટ ૪૭ બૉલમાં સદી નોંધાવનાર ખેલાડીની સાથે પ્લેઑફમાં બે વખત ૧૦૦ રનનો આંકડો પાર કરનાર પહેલો ખેલાડી પણ બન્યો હતો. અગાઉ તેણે ૨૦૨૩ના ક્વૉલિફાયરમાં મુંબઈ સામે પ્લેઑફ ઇતિહાસનો સૌથી મોટો ૧૨૯ રનનો સ્કોર નોંધાવ્યો હતો. પંજાબના ૨૬ વર્ષના શુભમન ગિલની પાંચમી IPL સદી બાદ તેના પપ્પા લખવિન્દર ગિલનું રીઍક્શન ભારે વાઇરલ થયું હતું. સ્ટેડિયમના સ્ટૅન્ડમાં ઊભા થઈને તેમણે પાંચથી છ વખત થાઈ પર મારીને હાથ ઊંચા કર્યા હતા. મૅચ બાદ મેદાન પર શુભમન ગિલને મળતાં પહેલાં પણ લખવિન્દર ગિલે આ જ પ્રકારની ઉજવણી કરી હતી. ૨૯ મેએ દિવંગત પંજાબી સિંગર અને રૅપર સિદ્ધુ મૂસેવાલાની ચોથી પુણ્યતિથિ હતી. સિદ્ધુ મૂસેવાલા પણ થાઇ-સ્લૅમ સેલિબ્રેશન માટે જાણીતો હતો.


Whatsapp-channel Whatsapp-channel

31 May, 2026 08:02 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK