ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં પહેલી T20 સેન્ચુરી ફટકારવાને કારણે તેને ૭૭૧ રેટિંગ પૉઇન્ટ સાથે એક સ્થાનનો ફાયદો મળ્યો છે. વન-ડે બૅટિંગ રૅન્કિંગ્સમાં સ્મૃતિ ૭૨૭ રેટિંગ પૉઇન્ટ સાથે પહેલા ક્રમે છે.
સ્મૃતિ માન્ધના
ભારતની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના ICC વિમેન્સ T20 બૅટિંગ રૅન્કિંગ્સમાં એક સ્થાન ઉપર આવીને ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં પહેલી T20 સેન્ચુરી ફટકારવાને કારણે તેને ૭૭૧ રેટિંગ પૉઇન્ટ સાથે એક સ્થાનનો ફાયદો મળ્યો છે. વન-ડે બૅટિંગ રૅન્કિંગ્સમાં સ્મૃતિ ૭૨૭ રેટિંગ પૉઇન્ટ સાથે પહેલા ક્રમે છે.
ગઈ કાલે ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચની સિરીઝની બીજી મૅચ પહેલાં ભારતીય ક્રિકેટ બોર્ડે સ્મૃતિ માન્ધના માટે એક સ્પેશ્યલ વિડિયો શૅર કર્યો હતો જેમાં તેને ૧૫૦મી T20 ઇન્ટરનૅશનલ મૅચ રમવા માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પહેલાં ભારત માટે આ સિદ્ધિ કૅપ્ટન હરમનપ્રીત કૌરે મેળવી હતી.

