ડૉ. સાયરસ કે. મહેતા એ ડૉ. સાયરસ કે. મહેતા ઇન્ટરનેશનલ આઈ સેન્ટરના ડિરેક્ટર અને ભારતના સૌથી પ્રતિષ્ઠિત નેત્રરોગ નિષ્ણાતોમાંના એક છે.
ડૉ. સાયરસ કે. મહેતાનું કરાયું સન્માન
ડૉ. સાયરસ કે. મહેતા (Dr. Cyrus Mehta) એ ડૉ. સાયરસ કે. મહેતા ઇન્ટરનેશનલ આઈ સેન્ટરના ડિરેક્ટર અને ભારતના સૌથી પ્રતિષ્ઠિત નેત્રરોગ નિષ્ણાતોમાંના એક છે. તેઓને ઇન્ટ્રોક્યુલર ઈમ્પ્લાન્ટ તથા રેફ્રેક્ટિવ સોસાયટી ઓફ ઇન્ડિયાના સુબોધ અગરવાલ સ્મૃતિ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન મેજર જનરલ જે.કે.એસ. પરિહાર-સોસાયટીના પ્રમુખ, પદ્મશ્રી મહિપાલ સચદેવ-સોસાયટીના ચેરમેન, તેમજ ડૉ. મોહન રાજન- ઓલ ઇન્ડિયા ઑફ્થેલ્મોલોજિકલ સોસાયટીના પ્રમુખ- તેમના તાજેતરમાં યોજાયેલા વાર્ષિક પરિષદ દરમિયાન તેમના હસ્તે આપવામાં આવ્યું હતું.


