ગઈ કાલે વિશાખપટ્ટનમમાં ઑસ્ટ્રેલિયા સામેની વિમેન્સ વર્લ્ડ કપ મૅચમાં સ્મૃતિ માન્ધનાએ નવ ફોર અને ત્રણ સિક્સરની મદદથી ૬૬ બૉલમાં ૮૦ રન કરી મોટા રેકૉર્ડ બનાવ્યા હતા
સ્મૃતિ માન્ધના
ગઈ કાલે વિશાખપટ્ટનમમાં ઑસ્ટ્રેલિયા સામેની વિમેન્સ વર્લ્ડ કપ મૅચમાં સ્મૃતિ માન્ધનાએ નવ ફોર અને ત્રણ સિક્સરની મદદથી ૬૬ બૉલમાં ૮૦ રન કરી મોટા રેકૉર્ડ બનાવ્યા હતા.
તે વિમેન્સ વન-ડેમાં એક કૅલેન્ડર યરમાં ૧૦૦૦ રન કરનારી પહેલી બૅટર બની છે. તેણે આ વર્ષે ૧૮ ઇનિંગ્સમાં ૧૦૬૨ રન કરીને ઑસ્ટ્રેલિયાની બેલિન્ડા ક્લાર્કનો ૧૯૯૭નો ૯૭૦ રનનો રેકૉર્ડ
તોડ્યો હતો.
ADVERTISEMENT
૨૯ વર્ષની સ્મૃતિ માન્ધના વિમેન્સ વન-ડેમાં ૫૦૦૦ રન કરનાર ઓવરઑલ પાંચમી ક્રિકેટર, બીજી ભારતીય અને યંગેસ્ટ બૅટર બની હતી. આ ઉપરાંત તે ૧૧૨ ઇનિંગ્સમાં અને ૫૫૬૯ રનમાં ફાસ્ટેસ્ટ ૫૦૦૦ રન કરનાર મહિલા ક્રિકેટર બની છે.
તે ઑસ્ટ્રેલિયા સામે ૧૦ વખત વિમેન્સ વન-ડેમાં ૫૦+ રનનો સ્કોર કરનાર પહેલી ભારતીય બૅટર બની છે.
તે ઑસ્ટ્રેલિયા સામે આ ફૉર્મેટમાં સતત પાંચ વખત ૫૦+ રનની ઇનિંગ્સ રમનાર એકમાત્ર બૅટર પણ બની ગઈ છે.

