Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘રામાયણ’ના ટ્રેલરમાં રાવણે જીત્યાં દિલ, રોકિંગ સ્ટાર યશનો જોવા મળ્યો દબદબો

‘રામાયણ’ના ટ્રેલરમાં રાવણે જીત્યાં દિલ, રોકિંગ સ્ટાર યશનો જોવા મળ્યો દબદબો

Published : 30 July, 2026 11:38 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Ramayana Trailer out: ફિલ્મ `રામાયણ`ના ટ્રેલરમાં `રોકિંગ સ્ટાર` યશ રાવણના પાત્રમાં સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે; તેમનું આ રૌદ્ર અને પ્રભાવશાળી અંદાજ ચર્ચાનો વિષય બન્યો છે; અનોખા અને ક્યારેય ન જોયેલા અવતારથી દર્શકો પર ઊંડી છાપ છોડવામાં સફળ અભિનેતા યશ

`રામાયણ`ના ટ્રેલરમાં યશ રાવણના પાત્રમાં

`રામાયણ`ના ટ્રેલરમાં યશ રાવણના પાત્રમાં


બહુપ્રતીક્ષિત ફિલ્મ `રામાયણ` (Ramayan)નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે અને તેની સાથે જ ભારતની સૌથી ભવ્ય અને મહત્વાકાંક્ષી સિનેમાઈ દુનિયાની પહેલી ઝલક સામે આવી છે. ટ્રેલર (Ramayana Trailer out) તેના વિશાળ વિઝન, શાનદાર વિઝ્યુઅલ્સ અને ભવ્ય વાર્તાથી પ્રભાવિત કરે છે, પરંતુ સૌથી વધુ ધ્યાન `રોકિંગ સ્ટાર` યશ (Yash) પોતાના `રાવણ` (Ravana)ના અવતારથી ખેંચી રહ્યા છે. પહેલી ઝલકથી લઈને ટ્રેલરના અંતમાં ગૂંજતી તેમની દમદાર ગર્જના સુધી, યશ દરેક ફ્રેમમાં પોતાની છાપ છોડે છે અને પડદા પર એવો રાવણ રજૂ કરે છે જેવો પહેલાં ક્યારેય જોયો નથી.

`રામાયણ`ના ટ્રેલરમાં રાવણનો દબદબો




ટ્રેલરની શરૂઆત જ રાવણની પહેલી ઝલક સાથે થાય છે, જે યશે ભજવેલા પાત્રની તાકાતનો અહેસાસ તરત જ કરાવી દે છે. તીક્ષ્ણ નજર, શાહી કવચ, વિશાળ વ્યક્તિત્વ અને કડક આભા સાથે યશનો રાવણ દરેક સીનમાં અલગ જ પ્રભાવ પાડે છે. તેમના અભિનયમાં સંયમ છે, પરંતુ તેમની દરેક નજરમાં ભય, આત્મવિશ્વાસ અને એક એવા સમ્રાટનો ભાર અનુભવાય છે જેની હાજરી ઇતિહાસ રચનારી છે.

ટ્રેલરની સૌથી યાદગાર ક્ષણ એ છે જ્યારે રાવણ નિડરતાથી ક્રોધનો સામનો કરે છે. આ દમદાર દ્રશ્ય તેના અડગ સાહસ અને અટૂટ આત્મવિશ્વાસને સુંદર રીતે દર્શાવે છે, જે એ સાબિત કરે છે કે પૌરાણિક વાર્તાઓમાં રાવણને સૌથી શક્તિશાળી શાસકોમાં શા માટે ગણવામાં આવે છે. લાંબા સંવાદો વગર પણ યશની પ્રભાવશાળી સ્ક્રિન પ્રેઝન્સ આ સમગ્ર સીનને ટ્રેલરની સૌથી મોટી હાઇલાઇટ બનાવી દે છે.


ટ્રેલરની સૌથી ખાસ વાત તેનું મેકિંગ પણ છે. શરૂઆત રાવણની પહેલી ઝલકથી થાય છે અને અંત તેમની ગૂંજતી ગર્જના સાથે, જેનાથી અભિનેતા યશે ભજવેલું આ પાત્ર દર્શકોના મન પર ઊંડી છાપ છોડી જાય છે.

`રામાયણ`ના સહ-નિર્માતા પણ છે યશ

રાવણનું પાત્ર ભજવવાની સાથે સાથે યશ પોતાની કંપની મોન્સ્ટર માઈન્ડ ક્રિએશન્સ (Monster Mind Creations)ના બેનર હેઠળ ફિલ્મ રામાયણના સહ-નિર્માતા પણ છે. આ બાબત સાબિત કરે છે કે તેઓ વૈશ્વિક સ્તરની ભવ્ય ફિલ્મો બનાવવા અને તેને આગળ ધપાવવા માટે સંપૂર્ણપણે સમર્પિત છે.

જણાવી દઈએ કે, નિતેશ તિવારી (Nitesh Tiwari)ના નિર્દેશનમાં બનેલી અને નમિત મલ્હોત્રા (Namit Malhotra)ના પ્રાઈમ ફોકસ સ્ટુડિયોઝ (Prime Focus Studios) તથા આઠ વાર ઓસ્કાર વિજેતા વીએફએક્સ સ્ટુડિયો ડીએનઇજી (VFX studio DNEG) દ્વારા નિર્મિત, યશના મોન્સ્ટર માઈન્ડ ક્રિએશન્સના સહયોગથી તૈયાર થયેલી ‘રામાયણ: પાર્ટ ૧’ દિવાળી ૨૦૨૬ પર વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

યશની અપકમિંગ ફિલ્મ્સ

લંકાના રાજા તરીકે દર્શકોના દિલ જીતતા પહેલા યશ પોતાની આગામી ફિલ્મ ‘ટૉક્સિક : અ ફેરીટેલ ફૉર ગ્રોન-અપ્સ’ (Toxic: A Fairy Tale for Grown-Ups)માં જોવા મળશે. આ ફિલ્મની વાર્તા અને નિર્માણ ખુદ યશે કર્યું છે, જ્યારે તેનું નિર્દેશન ગીતુ મોહનદાસે સંભાળ્યું છે. આ બહુપ્રતીક્ષિત ફિલ્મ ૨૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે, જેનાથી વર્ષ ૨૦૨૬ યશના કરિયર માટે એક ઐતિહાસિક વર્ષ બનવા જઈ રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

30 July, 2026 11:38 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK