Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સાઉથ આફ્રિકા ટેસ્ટ-રૅન્કિંગમાં ફરી નંબર વન- ઑસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ટોચ પરથી ત્રીજા નંબરે

સાઉથ આફ્રિકા ટેસ્ટ-રૅન્કિંગમાં ફરી નંબર વન- ઑસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ટોચ પરથી ત્રીજા નંબરે

Published : 01 November, 2026 08:07 AM | Modified : 01 November, 2026 09:31 AM | IST | Captown
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલી ઇનિંગ્સમાં ૧૦૦ રનની લીડ લીધી હોવા છતાં કાંગારૂઓ ત્રીજી ટેસ્ટ હારીને સિરીઝ પણ ગુમાવી બેઠા: ૨૮૮ રનના ટાર્ગેટ સામે માત્ર ૧૧૧ રનમાં ઑલઆઉટ, ઑફબ્રેક બોલર સાઇમન હાર્મરે માત્ર ૧૬ રનમાં ૬ વિકેટ લીધી અને કગિસો રબાડાએ શરૂઆતમાં ટોચના ૩ બૅટરોને આઉટ.

જીતની ખુશી વ્યક્ત કરી રહેલા સાઉથ આફ્રિકન પ્લેયરો

જીતની ખુશી વ્યક્ત કરી રહેલા સાઉથ આફ્રિકન પ્લેયરો


૩૭ વર્ષના ઑફબ્રેક બોલર સાઇમન હાર્મરની મૅચ-વિનિંગ ૬ વિકેટ અને કગિસો રબાડાની ઘાતક બોલિંગ (૩ વિકેટ)ના દમ પર સાઉથ આફ્રિકાએ કેપટાઉનના ન્યુલૅન્ડ્સ ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ-મૅચમાં ઑસ્ટ્રેલિયાને બીજી ઇનિંગ્સમાં માત્ર ૧૧૧ રનમાં ઑલઆઉટ કરી નાખ્યું હતું. આ શાનદાર દેખાવ સાથે સાઉથ આફ્રિકાએ ૧૭૬ રને યાદગાર વિજય નોંધાવીને ત્રણ મૅચની 
ટેસ્ટ-સિરીઝ ૨-૧થી જીતી લીધી છે અને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ટેસ્ટ-રૅન્કિંગ્સમાં ઑસ્ટ્રેલિયા પાસેથી ફરી નંબર-વનનું સ્થાન આંચકી લીધું છે.

સિરીઝની નિર્ણાયક મૅચ જીતવા માટે મળેલા ૨૮૮ રનના પડકારજનક ટાર્ગેટ સામે ઑસ્ટ્રેલિયન ટીમ પ્રતિકાર કરશે એવી આશા હતી, પરંતુ રબાડા અને હાર્મરની ઘાતક જોડી સામે પ્રવાસી ટીમની બૅટિંગ લાઇન-અપ પત્તાંના મહેલની જેમ ધ્વસ્ત થઈ ગઈ હતી.



આખરી દિવસે ટાર્ગેટનો પીછો કરવા અથવા ૯૦ ઓવર્સ સુધી ટકી રહીને ડ્રૉ કરાવવાના ઇરાદા સાથે ઊતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમને રબાડાએ શરૂઆતમાં જ જોરદાર આંચકા આપ્યા હતા. રબાડાએ તેના પાંચ ઓવર્સના ઓપનિંગ સ્પેલમાં માત્ર ૧૪ રન આપીને ૩ વિકેટ ઝડપી લીધી હતી. 


પ્રથમ ઇનિંગ્સમાં સાઉથ આફ્રિકાના ૩૨૯ રન સામે ઑસ્ટ્રેલિયાએ ૪૨૯ રન બનાવીને ૧૦૦ રનની લીડ મેળવી હતી, પરંતુ યજમાન ટીમે બીજી ઇનિંગ્સમાં જોરદાર કમબૅક કરીને પાસાં 
પલટી નાખ્યાં હતાં. પ્રથમ ટેસ્ટ ઑસ્ટ્રેલિયાએ ૨૧૪ રને જીતી હતી, જ્યારે સાઉથ આફ્રિકાએ બીજી ટેસ્ટ જીતીને બરાબરી કરી હતી અને હવે કેપટાઉનમાં જીતીને સિરીઝ પોતાના નામે કરી લીધી છે.

સંક્ષિપ્ત સ્કોર


સાઉથ આફ્રિકા: ૩૨૯ અને ૧૩૪.૪ ઓવરમાં ૩૮૭ ઑલઆઉટ (વિયાન મલ્ડર ૧૧૫, રાયન રિકલ્ટન ૧૦૧; મિચલ સ્ટાર્ક ૩-૬૫, પૅટ કમિન્સ ૨-૭૧)

ઑસ્ટ્રેલિયા: ૪૨૯ અને ૫૭.૧ ઓવરમાં ૧૧૧ ઑલઆઉટ (નૅથન લાયન ૩૩ અણનમ, કૅમરન ગ્રીન ૨૭; સાઇમન હાર્મર ૬-૧૬, કગિસો રબાડા ૩-૩૯)

Whatsapp-channel Whatsapp-channel

01 November, 2026 09:31 AM IST | Captown | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK